પાટણ/ નગરપાલિકા દ્વારા માત્ર એક રૂપિયાનાં ટોકનથી મૃતકોને મોક્ષધામની સફર.

મૃતકો માટે એક રૂપિયાના ટોકન દ્વારા શબવાહિનીની સેવા પુરી પાડવાનાં આ કાર્યની શહેરીજનો દ્વારા પ્રસંશા થઈ રહી છે. કોરોના મૃતકાનાં શબને લઈ જવા વાહનો મળતા નથી ત્યારે નગરપાલિકાની આ સેવાથી અનેક મૃતકોનાં સગાઓ શુભાશિષ પાઠવી રહ્યા છે.

Gujarat Others
shab નગરપાલિકા દ્વારા માત્ર એક રૂપિયાનાં ટોકનથી મૃતકોને મોક્ષધામની સફર.

પાટણ પાલિકાની શબવાહિનીનું ૧૦૮ જેવું કાર્ય, એપ્રિલમાં ૧૦૮ મૃતકોને એક રૂપિયાના ટોકનથી મોક્ષધામની સફર કરાવી. વર્તમાન કોરોના મહામારીનાં સંજાગોમાં કોરોના દર્દીઓ તો ઠીક, મૃતકોને  લઈ જવા વહિકલ મળતા નથી અને મળે તો તેનાં આસમાની ભાડા વસુલાય છે. તેવા સંજાગોમાં પાટણ નગરપાલિકાની મૃતકો માટેની સેવા સરાહનિય બની છે. પાટણ નગરપાલિકની શબવાહિની માત્ર એક રૂપિયાનાં ટોકન દ્વારા મૃતકોને મોક્ષધામ પહોંચાડવાની ઉમદા સેવા કરે છે. આ માટે  મૃતકનાં કોઈપણ સગા પાલિકા ખાતે આવીને શબવાહિની નોંધાવી શકે છે. નોંધણી ક્રમની અગ્રતા મુજબ શબવાહિની મૃતકની સેવાર્થે મોકલવામાં આવે છે.

નગરપાલિકાની શબવાહીની માત્ર એક રૂપિયાનાં ટોકનથી આપવામાં આવે છે, ત્યારે એપ્રિલ માસમાં આ શબવાહિનીની દ્વારા ૧૦૮ મૃતકોને મોક્ષધામ પહોંચાડવા માટે સેવા લેવાઈ છે. આમ શબવાહીનીનું કામ પણ ૧૦૮ જેવું જ બન્યુ છે. જેમાં ૨૬ એપ્રિલનાં રોજ એક દિવસમાં સૌથી વધુ ૧૦ વાર શબવાહિનીને મતૃકોની અંતિમક્રિયા માટે લઈ જવાઈ હતી. આ સેવામાં કોરોના તથા રેગ્યુલર બંને પ્રકારનાં મૃતકો માટે શબવાહિની મૃતકનાં સ્વજનો કહે તે રીતે પાટણની હિન્દુ સ્મશાન ભૂમિ, હરિહર સ્મશાન ભૂમિ કે પદ્મનાથ સ્મશાન ભૂમિ ખાતે સેવાર્થે મોકલવામાં આવે છે.
જોકે, કોરાનાના માહોલમાં જન સ્વાસ્થ્યને ધ્યાને લઈને શબવાહીનીનાં દરેક વખતનાં ઉપયોગ પછી તેને ફાયર વિભાગ દ્વારા ફાયટર ફાયર વડે પાણીની ધોઈને સાફ કરવામાં આવે છે અને તેને સેનિટાઈઝ પણ કરવામાં આવે છે. આમ છતાં અવિરત સેવા બજાવતાં અમારા ડ્રાયવરોની સલામતીને ધ્યાને લઈને તેનાં ઉપયોગ વખતે અમે લોકોને કેબિનમાં ન બેસવા માટે સમજાવીએ છીએ.

મૃતકો માટે એક રૂપિયાના ટોકન દ્વારા શબવાહિનીની સેવા પુરી પાડવાનાં આ કાર્યની શહેરીજનો દ્વારા પ્રસંશા થઈ રહી છે. કોરોના મૃતકાનાં શબને લઈ જવા વાહનો મળતા નથી ત્યારે નગરપાલિકાની આ સેવાથી અનેક મૃતકોનાં સગાઓ શુભાશિષ પાઠવી રહ્યા છે.