Recipe/ પ્રજાસત્તાક દિવસ પર ટ્રાય કરો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તિરંગા ઢોકળા……

આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. આ દિવસે વડાપ્રધાન લાલ કિલ્લાપર તિરંગો ફરકાવે છે.

Food Lifestyle
Untitled 81 2 પ્રજાસત્તાક દિવસ પર ટ્રાય કરો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તિરંગા ઢોકળા......

આજે દેશભરમાં 73માં પ્રજાસત્તાક પર્વ નિમિતે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. આ દિવસે વડાપ્રધાન લાલ કિલ્લાપર તિરંગો ફરકાવે છે. આ દિવસ માટે ઘણા વીર જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.

દરેક ભારતીય આ તહેવારને પોતાની રીતે ઉજવે છે. આ ખાસ દિવસે લોકો દેશભક્તિના રંગમાં ડૂબેલા જોવા મળે છે. આ ખાસ દિવસે વિવિધ પ્રકારની વાનગી ઓ તૈયાર કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસે તિરંગા ઢોકળા ની ટ્રાય કરો.

તિરંગા ઢોકળા બનાવવા માટેની સામગ્રી

3 કપ ઢોકળાનું ખીરું 1/4 પાલકની પ્યુરી 2 થી 3 લીલા મરચાં ગાજરની પ્યુરી આદુ 1 ઇંચનો ટુકડો 1 ચમચી નારંગી રંગ લાલ મરચું પાવડર એક ચમચી તેલ 1 ચમચી બારીક સમારેલી કોથમીર રાઈ અને સફેદ તલ

તિરંગા ઢોકળા કેવી રીતે બનાવવા

સૌ પ્રથમ ઢોકળાના બેટરને ત્રણ અલગ અલગ બાઉલમાં સમાન માત્રામાં નાંખો. ત્યારબાદ આદુ અને લીલા મરચાંને મિક્સરમાં પીસી લો. લીલા રંગ માટે, એક વાટકીમાં, પાલકની પ્યુરી અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરો.કેસરી રંગ માટે, એક બાઉલમાં ગાજરની પ્યુરી અને કાશ્મીરી મરચાંનો પાવડર નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. સફેદ રંગ માટે ત્રીજા બાઉલમાં કંઈ પણ મિક્સ ન કરો.

ઇડલીના કૂકરમાં એક કપ પાણી મૂકો, ત્રણે વાટકીઓ મૂકો અને તેના પર ઢાંકણ મૂકો અને તેને મધ્યમ તાપ પર રંધાવા દો. લગભગ 2 સીટી વાગે પછી, કૂકર બંધ કરો અને તેને બરાબર ઠંડુ થવા દો.ત્રણેય બાઉલના ઢોકળાને અલગ સ્લાઇસમાં કાપો. ઢોકળાને તિરંગાની જેમ રાખો. ગરમ તેલમાં સફેદ તલ ઉમેરો અને વધાર કરો. તેના પર કોથમીર અને નાળિયેર પાવડર છાંટીને ગાર્નિશ કરો.

.