Idar-child death/ ઈડરના બ્રહ્મપુરીમાં ઉલ્ટી બાદ બે બાળકોના મોત, પિતા સારવાર હેઠળ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બ્રહ્મપુરી વિસ્તારમાં ખેતમજૂર તરીકે કામ કરતા કુટુંબે સંભવતઃ ફૂડ પોઇઝનિંગના લીધે બે સંતાન ગુમાવ્યા છે અને તેમના પિતા સારવાર હેઠળ છે.

Top Stories Gujarat
Idar Child death ઈડરના બ્રહ્મપુરીમાં ઉલ્ટી બાદ બે બાળકોના મોત, પિતા સારવાર હેઠળ

સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બ્રહ્મપુરી Idar-child death વિસ્તારમાં ખેતમજૂર તરીકે કામ કરતા કુટુંબે સંભવતઃ ફૂડ પોઇઝનિંગના લીધે બે સંતાન ગુમાવ્યા છે અને તેમના પિતા સારવાર હેઠળ છે. ખેતમજૂર પરિવાર ગુરુવારે રાતે ખેતરની ઓરડી પર જમવાનું જમીને સૂઈ ગયા પછી અચાનક જ બાળકની તબિયત બગડી હતી. ઉલ્ટીઓ કર્યા પછી બાળક મોતને ભેટ્યું હતું. તેના લીધે બાળકને લઈને કુટુંબ વતન પોશીના તાલુકાના ગણવા ગામે પહોંચ્યું હતું અને ત્યાં શુક્રવારે બીજા બાળકની પણ તબિયત લથડતા તે ઉલ્ટી કરવા માંડ્યુ હતું. તેનું પણ બાદમાં મોત નીપજ્યું હતું.
બંને બાળકના મોત બાદ પિતાની પણ તબિયત વધારે બગડતા Idar-child death અને ઉલટીઓ કરતા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા મૃતકના પિતાને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડવાને લઈ તેમને સારવાર આપવામાં આવી હતી. જોકે પરિવારના અન્ય પાંચ સભ્યોની સ્થિતિ સ્થિર હોવાનુ સુત્રો દ્વારા વિગતો જાણમાં આવી હતી.

ફૂડ પોઇઝનિંગ સહિત વિવિધ દ્રષ્ટિકોણથી તપાસ
ઘટના અંગે સાબરકાંઠા પોલીસ કંટ્રોલ રુમને જાણકારી પોશીનાથી મળી Idar-child death હતી. જેને લઈ ઈડર પોલીસ તંત્ર સતર્ક થયુ હતુ. ઈડર, પોશીના અને ખેડબ્રહ્મા પોલીસે સંકલન કરીને ઘટના અંગે તપાસ શરુ કરી હતી અને પ્રાથમિક વિગતો મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. બંને બાળકોના મોત થવાના કારણને સ્પષ્ટ રીતે જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈડર પોલીસની ટીમ આ માટે ખેડબ્રહ્મા પહોંચી હતી અને જ્યાં પોલીસ દ્વારા સારવાર હેઠળ રહેલા પરિવારની સ્થિતિ અંગે પ્રાથમિક જાણકારી મેળવવામાં આવી હતી.

જમ્યા પછી તબિયત બગડી
આ કિસ્સામાં ઇડર પોલીસના ડીવાયએસપી સ્મિત ગોહિલ અને Idar-child death ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ચૌધરી દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. જે માટે હોસ્પિટલ પર પહોંચેલી ટીમને ડોક્ટરો દ્વારા પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે, રાત્રિ દરમિયાન ખેતમજૂર કુટુંબ ખીચડી અને છાશ જમ્યું હતું અને બાદમાં તેઓની તબિયત એક બાદ એક લથડી હતી. પોલીસે હવે ઘટના અંગે વૈજ્ઞાનિક ઢબથી તપાસ કરવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી ફુડ પોઈઝનિંગ કે અન્ય કોઈ કારણ હોવા અંગેની તમામ શંકાઓને દૂર કરીને બાળકોના મોતનુ સ્પષ્ટ કારણ જાણી શકાય. આ માટે બાળકોના મૃતદેહ પોલીસ સ્ટેશને મોકલી આપવામાં આવ્યા છે.

 

આ પણ વાંચોઃ India Got Gold In Archery/ ભારતીય તીરંદાજી ટીમે વર્લ્ડ આર્ચરીમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો

આ પણ વાંચોઃ Ambalal Forecast/ રાજયમાં ઓગસ્ટમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

આ પણ વાંચોઃ Surat Police/ સુરતના વાહન ચાલકો સાવધાન, ટ્રાફિક પોલીસે છેલ્લા 14 દિવસમાં ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ અને ભયજનક રીતે વાહન ચલાવતા

આ પણ વાંચોઃ Gujarat Rain/ રાજ્યના 251માંથી 152 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ

આ પણ વાંચોઃ Alert!/ અમે પોલીસ છીએ અને તમારા પર પોલીસ કેસ થયો છે આવો ફોન આવે તો ચેતીજજો કારણ કે, સુરતના એક વ્યક્તિએ 14 લાખ ગુમાવ્યા, તો સાયબર