Not Set/ વાપીમાં ચેઇન સ્નેચિંગ કરનાર બે રીઢા આરોપી પકડાયા

ચેઇન સ્નેચિંગના આરોપી પકડાયા

Gujarat
chor વાપીમાં ચેઇન સ્નેચિંગ કરનાર બે રીઢા આરોપી પકડાયા

વાપીમાં 5 દિવસ અગાઉ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગેલા અને એ ચેઇન વાપીના ડુંગરા ખાતે સોની વેપારીને વેચવા નીકળેલા 2 ગુનેગારો અને સોનાની ચેઇન ખરીદનાર સોની સહિત ત્રણેય શખ્સોને પોલીસે પકડી પાડયા છે ,તેમની વિરૂદ્વ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓનું બેકગ્રાઉન્ડ પણ ગુનાહિત છે .આરોપીઓ  11 જેટલા સ્નેચિંગ અને પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા  અપરાધી છે. પોલીસે તેમની પાસેથી 1,64,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેની  સાથે કુલ 6 જેટલી ચોરીઓનો ભેદ પણ ઉકેલ્યો છે.

છેલ્લા એક મહિનાથી વાપીમાં ચેઇન સ્નેચિંગના બનાવો વધી ગયા છે.   રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બાઇક પર ફરાર થઈ જતી સ્નેચિંગ ગેંગ સક્રિય થઈ હતી. જેમાં 15મેના વાપીમાં એક મહિલાના ગળામાંથી પણ સોનાની ચેઇન ખેંચી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ આ સક્રીય ગેંગને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે  વાપી નજીક ડુંગરા વિસ્તારના હરિયા પાર્કમાં તિરુપતિ જવેલર્સ નામની દુકાન ધરાવતા ચંદ્રભાણ સિંહ ચૂંડાવત નામના સોની વેપારી પાસે 2 શખ્સ જય અને પકીયો ચોરીનો માલ વેચવા આવ્યા છે.એસઓજીની ટીમે દરોડા પાડિને   ત્રણેય શખ્સની ધરપકડ કરી  હતી તેમની પાસેથી 54,000ની એક સોનાની ચેઇન, 5,000 રોકડ રૂપિયા, 10,500ના 3 મોબાઈલ, 1લાખની બાઇક મળી કુલ 1,64,500 રૂપિયાના મુદ્દામાલ સાથે કુલ 6 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો.