સુરત/ શાળાની અગાસી સફાઈ કરતા બે વિદ્યાર્થીઓને લાગ્યો કરંટ, એકની હાલત ગંભીર

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન શાળામાં બે વિદ્યાર્થી સગા ભાઈઓને પતંગ કાઢતી વખતે કરંટ લાગ્યો હતો.

Gujarat Top Stories Surat
સુરત
  • સુરત:સ્કુલમાં બે વિદ્યાર્થીઓને લાગ્યો કરંટ
  • ડીંડોલી વિસ્તારની સ્કુલમાં બની ઘટના
  • શાળાની અગાસી પર ગયા હતા વિદ્યાર્થીઓ
  • અગાસી પર ફસાયેલી પતંગ ખેંચવા જતા કરંટ લાગ્યો

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન શાળામાં બે વિદ્યાર્થી સગા ભાઈઓને પતંગ કાઢતી વખતે કરંટ લાગ્યો હતો.પરિવારજનો એ આક્ષેપ કર્યા હતા કે શાળા દ્વારા વિદ્યાર્થીઓને અગાસી સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.હાલ બને વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શારદાયતન શાળામાં બે વિદ્યાર્થીઓને ગંભીર રીતે વીજ કરંટ લાગ્યો હતો. નિયત સમય અનુસાર બંને વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓ સગા ભાઈ છે.એકનું નામ શિવ અને બીજાનું નામ શિવમ છે. 16 વર્ષીય આ બંને ભાઈઓ શાળાએ અભ્યાસ દરમિયાન બંને ક્લાસમાં આવી અને પોતાના બેગ મૂકી અગાસી પર જતા સીસીટીવી માં નજરે પડે છે. જેવા બંને ભાઈ જાય છે ત્યાં જઈને જોતા વિજ તારમાં એક પતંગ ફસાયેલી હતી.

આ પતંગ કાઢતા શિવ ને કરંટ લાગ્યો હતો. જેમાં શિવમ તેને બચાવવા જતા એને પણ કરંટ લાગ્યો હતો. બાળકો આ જોઈ ડરી ગયા હતા અને શાળામાં નાશ ભાગ મચી ગઈ હતી. બંને ભાઈઓને કરંટ લાગતા શિવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તાત્કાલિક જ બંને ભાઈઓને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.. સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

પરિવારએ શાળા સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે પટાવાળા નું કામ કરાવવામાં આવે છે. અને શાળા દ્વારા જ વિદ્યાર્થીઓને અગાસી સાફ કરવા માટે કહ્યું હતું. જોકે સામે શાળાના પ્રિન્સિપાલ દ્વારા આ સમગ્ર આક્ષેપો નકારાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અગાસી પર જઈ અને લોખંડની પટ્ટીથી પતંગ કાઢવા માટે પ્રયાસ કર્યો હતો જેથી વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. હાલ વિદ્યાર્થીની સારવાર સ્મિમેર હોસ્પિટલમાં ચાલી રહી છે.જોવાનું રહે છે કે સમગ્ર મામલે શાળા પર કોઈ પ્રકારની કાર્યવાહી થાય છે કે પછી નહિ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા