Botad News/ બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

બોટાદના ખાખોઈ ગામે હત્યા કરવામાં આવી છે. કાકાએ સાગરિતો સાથે મળીને તેના ભત્રીજાની હત્યા કરી હતી. તેણે જમીન વિવાદને લઈને ભત્રીજાનું અપહરણ કર્યુ હતુ. ભત્રીજાની ગામના પાદરે લઈ જઈને હત્યા કરી હતી. પાળિયાદ પોલીસે હત્યાની તપાસ હાથ ધરી છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 01T092515.955 બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

Botad News: બોટાદના ખાખોઈ ગામે જમીનના વિવાદે સંબંધો જમીનદોસ્ત કરી દીધા છે. જમીનના વિવાદમાં સંબંધો એટલા બગડી ગયા કે કાકાએ ભત્રીજાની હત્યા (Murder) કરી છે. કાકાએ સાગરિતો સાથે મળીને તેના ભત્રીજાની હત્યા કરી હતી. તેણે જમીન વિવાદને લઈને ભત્રીજાનું અપહરણ કર્યુ હતુ. ભત્રીજાની ગામના પાદરે લઈ જઈને હત્યા કરી હતી. પાળિયાદ પોલીસે હત્યાની તપાસ હાથ ધરી છે.

ભત્રીજા વિજય રાઠોડને ખૂબ જ માર મારવામાં આવતા માથા પર ગંભીર ઇજા થઈ હતી. ગંભીર ઇજાના પગલે તેને ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. ભાવનગર સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. પાળિયાદ પોલીસે અગાઉ કરેલી ફરિયાદમાં આરોપીની અટકાયત નહીં કરવાનો કુટુંબ પર આક્ષેપ કર્યો હતો. કાકા અને અન્ય ત્રણ ઇસમોને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી કુટુંબે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

પાળિયાદ પોલીસે કુટુંબની ફરિયાદના પગલે આરોપી અને તેના સહયોગીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ માટે હાઇવે અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંગાળવા માંડ્યા છે. પોલીસે કુટુંબીઓને હૈયાધારણ આપી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આરોપીઓને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે.

પોલીસના જણાવ્યા મુજબ પીડિત પર આરોપીઓએ બોથડ પદાર્થથી વાર કર્યા હતા. તેના લીધે તેને શરીરના ઉપલા ભાગોમાં અને તેમાં પણ ખાસ કરીને માથા પર ગંભીર ઇજા થઈ હતી. પોસ્ટમોર્ટમમાં પણ તેનું મોત માથા પર થયેલી ગંભીર ઇજાના લીધે થયું હોવાનું જણાવાયું છે. પોલીસે ગુનેગારો સામે 302ની કલમ લાગુ પાડી છે. પોલીસના જણાવ્યા મુજબ પીડિતો અને આરોપીઓ વચ્ચે જમીન વિવાદ લાંબા સમયથી ચાલતો હતો અને તેના પગલે કાકાએ આ આત્યંતિક પગલું ભર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર થયું સજાગ,આપી રહ્યું છે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ