હેલ્થ અપડેટ/ કેન્દ્રીય નાણામંત્રીને આવતીકાલે AIIMSમાંથી મળી શકે છે રજા, સોમવારે કરવામાં આવ્યા હતા દાખલ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને આવતીકાલે AIIMSમાંથી રજા આપવામાં આવી શકે છે. પેટમાં હળવા ઈન્ફેક્શનને કારણે સોમવારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

Top Stories India
કેન્દ્રીય નાણામંત્રી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ને આવતીકાલે AIIMSમાંથી રજા આપવામાં આવી શકે છે. પેટમાં હળવા ઈન્ફેક્શનને કારણે સોમવારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોમવારે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીતારમણ હોસ્પિટલના પ્રાઈવેટ વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા.

63 વર્ષીય સીતારમણને સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન સત્તાવાર સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને નિયમિત તપાસ અને પેટના નાના ચેપ માટે એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.

Untitled 119 કેન્દ્રીય નાણામંત્રીને આવતીકાલે AIIMSમાંથી મળી શકે છે રજા, સોમવારે કરવામાં આવ્યા હતા દાખલ

આ પણ વાંચો:ધાનેરામાં રાત્રે પિયત કરવા મજબૂર બન્યા ખેડૂતો

આ પણ વાંચો:ચકલાસીના વનીપુરામાં BSFના જવાન મેલાજી વાઘેલાની હત્યા, આરોપીએ જવાનની પુત્રીનો વીડિયો કર્યો હતો વાયરલ

આ પણ વાંચો:ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને મોટી રાહત,મહિનામાં 10 દિવસ બેગલેસ પિરિયડ