અવસાન/ અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ

કેન્દ્રીય મંત્રી અમિત શાહની મોટી બહેનનું સોમવારે મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 15T150724.340 અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ

Ahmedabad News: કેન્દ્રીય મંત્રી અમિત શાહની મોટી બહેનનું સોમવારે મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. પોતાની મોટી બહેન રાજેશ્વરીબેન શાહના નિધનના સમાચાર મળ્યા બાદ અમિત શાહે ગુજરાતમાં તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા.

અમિત શાહની મોટી બહેનનું નિધન

એક અધિકારીએ જણાવ્યું કે 60 વર્ષીય રાજેશ્વરીબેન શાહ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમને સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે કહ્યું, ‘મોટી બહેનના નિધનના સમાચાર મળ્યા બાદ અમિત શાહે તેમનો આખા દિવસનો કાર્યક્રમ રદ્દ કરી દીધો. રાજેશ્વરીના પાર્થિવ દેહને આજે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર બપોરે થલતેજ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અમિત શાહ રવિવારથી અમદાવાદમાં ભાજપના કાર્યકરો સાથે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા માટે હતા. સોમવારે તેઓ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. બનાસકાંઠાના દિયોદર ગામે બનાસ ડેરીનું ઉદઘાટન થવાનું હતું. બપોરે તેઓ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….