Not Set/ આશા પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા,મહેસાણા જીલ્લા-તાલુકા કોંગ્રેસના નારાજ સભ્યો ભાજપમાં

પાટણ, લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે ગત 2જી ફેબ્રુઆરી 2019ના રોજ આશાબેન પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતું, તો બીજી તરફ આશાબેન પટેલ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે આજે  તો આજે ઊંઝાથી આશાબેન પટેલ ભાજપમાં જોડાવવા માટે પાટણમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં આવ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ […]

Top Stories Gujarat Others Videos
mantavya 141 આશા પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા,મહેસાણા જીલ્લા-તાલુકા કોંગ્રેસના નારાજ સભ્યો ભાજપમાં

પાટણ,

લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે ગત 2જી ફેબ્રુઆરી 2019ના રોજ આશાબેન પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતું, તો બીજી તરફ આશાબેન પટેલ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે આજે  તો આજે ઊંઝાથી આશાબેન પટેલ ભાજપમાં જોડાવવા માટે પાટણમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં આવ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

તો બીજીબાજુ આશાબહેન પટેલે ગત 2જી ફેબ્રુઆરી 2019ના રોજ તેમણે રાજીનામું આપ્યું તે સમયે કહ્યું હતું કે, હું ઉમીયા માતાની સોગંદ ખાઈને કહું છું કે, મારે ભાજપ સાથે લોકસભાની ચુંટણી લડવા બાબતે કોઈ ડીલ નથી થઈ.

આશાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી પ્રજાના કામ માટે કોઈ નિર્ણય નહોતી લઈ સકતી, કોઈ પણ પાર્ટી હોય તેમાં નિર્ણય લેવામાં આવતા હોય છે પ્રજાના હિતમાટેના કામો માટે પણ નિર્યણ લેવામાં ન આવતો હોય, કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ન કરવામાં આવે ત્યાં હું કેવી રીતે રહું. હું પ્રજાના હિત માટે રાજકરણમાં આવી હતી. એક વર્ષ થયો હોવા છતા કોઈપણ પ્રશ્નનો નિરાકરણ ના આવ્યું.

આશાબેન પટેલે કહ્યું હતું કે, હું પહેલાથી સામાજિક સેવા કરૂં છું, તે પછી રાજકારણમાં પણ પ્રજાનાં કામ કરવા જ આવી હતી. મેં કોંગ્રેસમાં અનેક રજૂવાત ,સજેશન કરવા છતાં પણ તેની સામે કોઇ જ એક્શન લેવામાં આવતું નથી. મેં મારા સિનિયર, દિલ્હીનાં નેતાઓને અને મારા સાથેનાં સાથીઓને પણ અનેક રજૂવાત કરી છે.

મેં ઘણીવાર કહ્યું છે કે અમારા મહેસાણામાં ઘણાં જ ડખા ચાલી રહ્યાં છે. અમારે ચૂંટાયેલી પાંખ અને ધારાસભ્ય વચ્ચે કોઇ જ તાલમેલ નથી. ધારાસભ્યોને ગૂંગળામણ થાય છે. આવી પરિસ્થિતિમાં ઉપરનાં લેવલનું નેતૃત્વ તેમનું સેટિંગ કરવા માટે તેમની જીહજુરી કરવા માટે એવું કરે કે અમારાથી પ્રજાનાં હિતમાં કોઇ જ કામ થતાં નથી. અમે કોઇ જ નિર્ણય લઇ શકતા નથી.

આશાબેનના રાજીનામાને લઇને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું. કિરિટ પટેલે જણાવ્યું હતું કે, આશાબેને ઉંઝા એપીએમસીના પદને લઇને રાજીનામું આપ્યું છે.અત્યાર સુધી આશાબેન બીજેપીમાં જોડાવવાની ના પાડતાં હતા. જો બીજેપીમાં જોડાશે તો તેમનું કારકિર્દિ પૂરી થઇ જશે. જો કે આશાબેને એવુ પણ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય નારાજ છે. તે અંગે કિરીટી પટેલે જણાવ્યું હતું કે ભાજપ ખોટી રીતે અમને બદનામ કરી રહી છે. ભાજપ સરમુખત્યાર શાહીથી પાર્ટી ચલાવે છે. તેમ પણ જણાવ્યું હતું.