Not Set/ બુલંદ શહેર હિંસા : મૃત ઇન્સ્પેકટરની બહેને ઠાલવ્યો ગુસ્સો, ૫૦ લાખ નથી જોઈતા, શહીદ જાહેર કરી બનાવો સ્મારક

એટા જીલ્લાના રહેવાસી પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર રાઠોરનું બુલંદ શહેરમાં વ્યાપેલી હિંસામાં મૃત્યુ થયું છે. તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સુબોધ કુમારના મોત અંગે તેમની બહેન મનીષાએ ગુસ્સો ઠાલવ્યો છે. Sister of Policeman Subodh Singh:My brother was investigating Akhlaq case&that is why he was killed,its a conspiracy by Police.He should be declared martyr and […]

Top Stories India Trending Politics
subodh singh બુલંદ શહેર હિંસા : મૃત ઇન્સ્પેકટરની બહેને ઠાલવ્યો ગુસ્સો, ૫૦ લાખ નથી જોઈતા, શહીદ જાહેર કરી બનાવો સ્મારક

એટા જીલ્લાના રહેવાસી પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર રાઠોરનું બુલંદ શહેરમાં વ્યાપેલી હિંસામાં મૃત્યુ થયું છે. તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સુબોધ કુમારના મોત અંગે તેમની બહેન મનીષાએ ગુસ્સો ઠાલવ્યો છે.

તેમણે રોતા-રોતા કહ્યું કે મેં મારો ભાઈ ખોઈ દીધો છે અને મુખ્યમંત્રી ગાય..ગાય..ગાય કરી રહ્યા છે.તે ખુદ પોતાની રક્ષા નથી કરી શકતા તો આપણી કેવી રીતે કરશે ! શરમ આવવી જોઈએ તેમને.

અમારે રૂપિયા નથી જોઈતા 

૫૦ લાખ વળતર મામલે મનીષાએ કહ્યું કે અમારે રૂપિયા નથી જોઈતા. મારા ભાઈને શહીદ ઘોષિત કરવામાં આવે જેથી દુનિયા તેને સલામ કરે.

એક વાર પણ સીએમ કેમ મળવા ન આવ્યા ?

મનીષાએ કહ્યું હતું કે તેમના ભાઈના મૃત્યુ પછી એક વખત પણ સીએમ યોગી તેમના પરિવારને મળવાના પ્રયત્નો નથી કર્યા. યોગી કહે છે કે ગાય અમારી માતા છે. પરંતુ આજે એ માતાને લીધે મારા ભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે મારા ભાઈએ વીરતાનું કામ કર્યું છે પણ ભાઈ વગર અમારો પરિવાર શું કરશે તેનો જવાબ સીએમ આવીને કહે.

સરકાર ભાઈના નામનું સ્મારક બનાવે 

મૃત ઇન્સ્પેકટરની બહેને માંગ કરી છે કે તેમના ભાઈને શહીદ ઘોષિત કરવામાં આવે અને તેમના ગામમાં તેમનું નામનું સ્મારક બનાવવામાં આવે.

સુબોધ કુમાર કોઈ સામાન્ય માણસ નહતા આની પહેલા પણ તેમના પિતાએ જીવ ગુમાવ્યો હતો.

સુબોધ કુમારના પુત્રનું નિવેદન 

મૃત ઇન્સ્પેકટર સુબોધ કુમારના પુત્ર અભિષેકે બુલંદ શહેર હિંસા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે માતા પિતા હંમેશા મને એક સારા નાગરિક બનવાનું કહેતા હતા. ધર્મના નામે થતી હિંસા તેઓ ક્યારેય ઇરછતા નહતા. આજે હિંદુ-મુસ્લિમની લડાઈને લીધે મે મારા પિતા ગુમાવ્યા છે હજુ આવા કેટલા લોકો આ જ લડતમાં તેમના પિતાને ગુમાવશે ?

સીએમ યોગીએ જતાવ્યું દુઃખ 

ઘટના બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પોલીસ ઇન્સ્પેકટર સુબોધ કુમાર સિંહ અને ચીગારવઠી ગામનો રહેવાસી સુમિતના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

ઘટનામાં શહીદ થયેલા પોલીસ ઇન્સ્પેકટરના પરિવારને સરકાર કુલ ૫૦ લાખ રૂપિયાનું વળતર આપશે જેમાં ૪૦ લાખ રૂપિયા તેમની પત્નીને અને ૧૦ લાખ રૂપિયા તેમના માતા-પિતાને આપશે.