Not Set/ વડોદરા શહેર ફરી બન્યું વેનીસ સીટી, ઠેરઠેર ભરાયા વરસાદી પાણી

વડોદરામાં વરસાદનું નામ સાંભળતા જ પહેલા રાઉન્ડમાં વરસાદે વડોદરામાં દેખાડેલા એ ભંયકર દ્રશ્યો સાદર્શ થઇ જાય. આને હાલમાં પણ પાછલા 24 કલાકમાં વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આજવા ડેમની સપાટીમાં […]

Top Stories Gujarat Vadodara
brd1 વડોદરા શહેર ફરી બન્યું વેનીસ સીટી, ઠેરઠેર ભરાયા વરસાદી પાણી

વડોદરામાં વરસાદનું નામ સાંભળતા જ પહેલા રાઉન્ડમાં વરસાદે વડોદરામાં દેખાડેલા એ ભંયકર દ્રશ્યો સાદર્શ થઇ જાય. આને હાલમાં પણ પાછલા 24 કલાકમાં વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

આજવા ડેમની સપાટીમાં વધારો થતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ 212.75 ફૂટ ઉપર પહોંચી છે. અને વિશ્વામિત્રી નદીની સપાટી 12.75 ફૂટ ઉપર પહોંચી છે. તો આજવા ડેમમાંથી સુરક્ષાની દ્રષ્ટીએ પાણી છોડવામાં આવતા, વિશ્વામિત્રી નદી બેં કાંઠે જોવા મળી હતી. ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થયો હતો.

વડોદરા શહેરમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં સારા વરસાદને પગલે ફરી એકવાર શહેરમાં પાણી જ પાણીનાં દ્રશ્યો સર્જાયા હતા. જો કે, વડોદરાનાં ઇન્ચાર્જ મ્યુ. કમિશનર દ્વારા જાતે પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને પોણી ભરેલા સ્થળોનું અવલોકન કરી જરૂરી કરવાની માર્ગદશિકા આપવામાં આવી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.