Not Set/ વડોદરા/ છાણીમાં મેગા ડિમોલિશન, 197 જેટલા કાચા-પાકા મકાનો જમીનદોસ્ત

વડોદરા મ્યુનિ. દ્વારા આજે પાછલા લાંબા સમયથી જેની અમલાવરીની રાહ જોવામાં આવી રહી હતી તે, છાણી વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ઘરવામાં આવ્યું હતું. ડિમોલિશન ડ્રાઇવમાં 197 જેટલા કાચા-પાકા મકાનો તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, પાછલા 50 વર્ષથી આ સરકારી જમીન પર દબાણ હતું અને લાંબી રાહ અને વિવાદ બાદ તંત્ર […]

Gujarat Vadodara
718276 demolition drive 081418 વડોદરા/ છાણીમાં મેગા ડિમોલિશન, 197 જેટલા કાચા-પાકા મકાનો જમીનદોસ્ત

વડોદરા મ્યુનિ. દ્વારા આજે પાછલા લાંબા સમયથી જેની અમલાવરીની રાહ જોવામાં આવી રહી હતી તે, છાણી વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ઘરવામાં આવ્યું હતું. ડિમોલિશન ડ્રાઇવમાં 197 જેટલા કાચા-પાકા મકાનો તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, પાછલા 50 વર્ષથી આ સરકારી જમીન પર દબાણ હતું અને લાંબી રાહ અને વિવાદ બાદ તંત્ર દ્વારા અંતે આજે દુર કરી દોવામાં આવ્યું છે.

જો કે, તંત્ર દ્વારા કરવામાં આવતા આવા ડિમોલિશન કામોને હરહંમેશ ત્યા રહેતા સ્થાનિકોનાં રોષનો સામનો કરવો જ પડતો હોય છે. અને આ મામલે પણ તેવું જ સામે આવી રહ્યું છે છાણી વિસ્તારમાં રહેતા સ્થનિકો દ્વારા મકાનો તોડી પડાયા હોવાનાં કારણે  અને દબાણ મુદ્દે તંત્રની કામગીરી સામે રોષ જોવામાં આવ્યો હતો. અને એક દલિલ આવી પણ સામે આવી હતી કે, ભર શિયાળામાં ગરીબોનાં મકાનો તોડી પડાયા છે તે અયોગ્ય છે. હાલાકી ત્યાં વસતા રહીશોને લાંબા સમયથી આ મામલે યોગ્ય પગલા લઇ ડિમોલિશનમાં સહકાર આપવાની દરેક પ્રકારની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી જ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.