અંધશ્રદ્ધાનો કિસ્સો/ વડોદરા: 21મી સદીમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ, બકરાના માથા અને લોહી મંદિરમાં પ્રતિમા પાસે

બકરાની બલી ચડાવ્યા બાદ તેમના માથા અને લોહીને મંદિરમાં માતાની પ્રતિમા પાસે જ મુકવામાં આવે છે. આ મંદિરમાં દર્શનાર્થે આવેલા લોકોને પણ આ માથા જોઈ નવાઈ લાગે છે, અને આ બનાવને પગલે સમગ્ર કરોળિયા વિસ્તારમાં ચકચાર પામી છે.

Gujarat Vadodara
વડોદરા અંધશ્રદ્ધા

દેશ અને દુનિયામાં જ્યાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની વાત થઇ રહી છે, એવામાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. થોડા સમય અગાઉ પણ એક દપંતી નો કિસ્સો સામે આવ્યો હતો એવમાં ફરી એકવાર વડોદરમાં થી આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે,

આજે 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં કોઈ જ ફેરફાર થઈ રહ્યો નથી. અંધશ્રદ્ધામાં મોટાભાગે  બલી ચડાવવા જેવી ઘટના સામે આવતી રહી છે.

તાજેતરમાં વધુ એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના વડોદરાના કરોળિયા વિસ્તારમાં બની છે. જ્યાં મંદિરમાં બલી ચઢાવામાં આવે છે. આવા અનેક કિસ્સાઓ આપને જોયા જ હોય છે એવામાં રાજ્યમાં વધુ એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે જેમાં કરોડીયામાં આવેલા મહોણી માતાના મંદિરમાં બકરાની બલી ચઢાવવામાં આવી રહી છે.2 26 વડોદરા: 21મી સદીમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ, બકરાના માથા અને લોહી મંદિરમાં પ્રતિમા પાસે

તપાસમાં એવું સામે આવ્યું હતું કે બકરાની બલી ચડાવ્યા બાદ તેમના માથા અને લોહીને મંદિરમાં માતાની પ્રતિમા પાસે જ મુકવામાં આવે છે. આ મંદિરમાં દર્શનાર્થે આવેલા લોકોને પણ આ માથા જોઈ નવાઈ લાગે છે, અને આ બનાવને પગલે સમગ્ર કરોળિયા વિસ્તારમાં ચકચાર પામી છે.

2 27 વડોદરા: 21મી સદીમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ, બકરાના માથા અને લોહી મંદિરમાં પ્રતિમા પાસે

આ દ્રશ્યો જોયા બાદ લોકો ખુબ જ હેરાન થયા હતા કે આ કોને કર્યું છે, આ ઘટના ની જાણ પોલીસ સ્ટેશનમાં થતા આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ મદદ માટે પોલીસ દ્વારા FSLઅને વેટરનરી ડોક્ટરની પણ આ મામલે મદદ લીધી છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે.

આ ઉપરાંત અગાઉ ની જો વાત કરીએ તો ગુજરાત કે જ્યાં વિકાસ અને પ્રગતિની મોટી-મોટી વાતો થાય છે ત્યાં સગો બાપ દીકરી પર તાંત્રિક વિધિ કરી મોતને ઘાટ ઉતારી રહ્યો છે. તો બીજી તરફ સહેજ તાવ આવે એટલે દવાના નામે ડામ અપાવી દીકરીને હોમી દેવાના પણ ઘણા કિસ્સા છે. ગુજરાતનું એક પણ શહેર કે ગામ બાકાત નથી જ્યાં અંધશ્રદ્ધાને સ્થાન ન હોય. આજે પણ ઘણા વિસ્તારો છે જ્યાં બાળકીઓ બીમાર પડે તો ભૂવા પાસે ડામ દેવાની કુપ્રથા છે.

આ પણ વાંચો:બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત

આ પણ વાંચો:રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

આ પણ વાંચો:સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર