નિધન/ વૈષ્ણવ આચાર્ય વ્રજેશ કુમાર બ્રહ્મલીન, વૈષ્ણવ સમાજમાં છવાયો શોક

વડોદરામાં વૈષ્ણવ સંપ્રદાયના કાકરોલી  નરેશ  પૂજ્ય વ્રજેશ કુમારજીએ આજે અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચાર બાદ વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે શોક વ્યાપી ગયો છે.

Top Stories Gujarat Vadodara
વ્રજેશ

વડોદરામાં વૈષ્ણવ સંપ્રદાય માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં વૈષ્ણવ સંપ્રદાયના કાકરોલી  નરેશ  પૂજ્ય વ્રજેશ કુમારે આજે અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચાર બાદ વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે શોક વ્યાપી ગયો છે. બપોરે 2 કલાકે પાર્થિવ દેહને દર્શન માટે બેઠક મંદિર કેવડાબાગ મુકાશે.

ડોક્ટરે જણાવ્યાં મુજબ વ્રજેશ જી 13 ફેબ્રુઆરીએ હોસ્પિટલમા દાખલ થયા હતા. આ સમયે તેમને આખા શરીરમાં ઇન્ફેકશન હતું તેમજ કિડની પણ તકલીફ હતી. નિધનનું કારણ મલ્ટીઓર્ગન ફેલ્યોર જણાવવમાં આવી રહ્યું છે.

Death of Vaishnavism Vrajesh Kumar Maharaj in vadodara વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજનું નિધન, આજે સવારે 11.45એ લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર

પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદય ચાર વેદ, સંસ્કુત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા. તેમજ તેઓએ કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત છે. ત્યારે તેમના નિધનથી વૈષ્ણવ સંપ્રદાયમા શોકનું મોજુ ફરી વળ્યું છે.

તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત છે. હાલમાં તેમના તાબા હેઠળ રાજ્સ્થાન સ્થિત કાંકરોલી મંદિર ઉપરાંત મથુરા , ગોકુળ , જતીપુરા , અદાવાદના રાયપુરનું , આંણદનું તેમજ વડોદરા ખાતે આવેલ બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિતના 132 જેટલાં મંદિર તેમના તાબા હેઠળ છે.

આ પણ વાંચો:અંત્રોલી નજીક ટેમ્પો અને બાઇકનો અકસ્માત, દંપતી સહિત 4 લોકોના મોત

આ પણ વાંચો:કચ્છની ધરા ફરી ધ્રુજી, 3.8નો અનુભવાયો આંચકો: લોકોમાં છવાયો ભય

આ પણ વાંચો:BSFએ પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ જપ્ત કર્યું, ચરસ મળવાનો સિલસિલો યથાવત

આ પણ વાંચો:ભરૂચમાં માટીપગા માટીચોરો સામે તંત્ર પણ માટીપગું નીકળ્યુંઃ સીએમે મેદાનમાં ઉતરવું પડ્યું