Doodhsagar dariy scam/ વિપુલ ચૌધરીને ફટકોઃ દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડમાં દોષિત ઠરતા સાત વર્ષની સજા

અગ્રણી સહકારી આગેવાન બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા વિપુલ ચૌધરીને કોર્ટે ફટકો માર્યો છે. મહેસાણા ચીફ કોર્ટે મહારાષ્ટ્ર સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 19 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને સાત વર્ષની સજા ફટકારી છે.

Top Stories Gujarat
Mehasana court Vipur chaudhary વિપુલ ચૌધરીને ફટકોઃ દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડમાં દોષિત ઠરતા સાત વર્ષની સજા

મહેસાણા: અગ્રણી સહકારી આગેવાન બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા વિપુલ ચૌધરીને કોર્ટે ફટકો માર્યો છે. મહેસાણા ચીફ કોર્ટે મહારાષ્ટ્ર સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 19 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે આ કેસમાં અન્ય કર્મચારીઓને નિર્દોષ જાહેર કર્યા છે.આમ મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

તહોમતનામુ
દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 લોકો આ કેસમાં આરોપી છે. 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવાના કૌભાંડમાં 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારે કેસના તમામ 19 આરોપી કસૂરવાર સાબિત થયા છે.

કૌભાંડ કેવી રીતે થયું
વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા. આ દરમિયાન દૂધ સાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવામાં આવ્યુ હતું. કોઇપણ મંજૂરી વિના આ સાગર દાણ મહારાષ્ટ્રની મહાનંદા ડેરીને સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. જેના કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડનું નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેથી તત્કાલિન કૃષિમંત્રીને રિઝવવા સાગરદાણ મોકલાયાનો તેમના પર આરોપ હતો. તે સમયે તત્કાલિન કૃષિમંત્રી પદે શરદ પવાર સત્તામાં હતા. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું અને સાગર દાણ મોકલવા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં દુકાળ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Surendranagar-Clash/ સુરેન્દ્રનગરમાં જમીનના ડખામાં જૂથ અથડામણમાં બે સગા ભાઈના મોતથી લોકો વીફર્યા

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સપ્તાહ છૂટોછવાયો વરસાદ રહેશે

આ પણ વાંચોઃ Gujarat Heavyrain/ વડોદરાના વાઘોડિયામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો ફક્ત 14 ટકા વરસાદ

આ પણ વાંચોઃ Delhi-Yamuna River/ દિલ્હીમાં ‘વોટર સ્ટ્રાઇક’, યમુના 208.46 મીટરના નિશાન પર, NDRF એલર્ટ પર

આ પણ વાંચોઃ Tomato-Centre/ ટામેટા સસ્તા કરવા કેન્દ્ર સક્રિયઃ બીજા રાજ્યોમાંથી ખરીદી કરી નીચા ભાવે વેચશે