#controvercial/ ‘બોયફ્રેન્ડ વિના છોકરીઓને યુનિ.માં પ્રવેશ મળશે નહીં’…

‘બોયફ્રેન્ડ વિના છોકરીઓને યુનિ.માં પ્રવેશ મળશે નહીં’….

Gujarat Vadodara
corona 21 'બોયફ્રેન્ડ વિના છોકરીઓને યુનિ.માં પ્રવેશ મળશે નહીં'...

વડોદરાની M.S.યુનિ.નાં નામે બોગસ પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. આ પરિપત્રમાં ‘7 તારીખ પહેલાં છોકરીઓએ બોયફ્રેન્ડ બનાવી લેવો અને ‘બોયફ્રેન્ડ વિના છોકરીઓને યુનિ.માં પ્રવેશ મળશે નહીં’  જેવી વાતોનો ઉલ્લેખ કરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની શાખ સાથે ચેડા કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

‘યુવતીઓ 7 ફેબ્રુઆરી પહેલાં બોયફ્રેન્ડ બનાવી લે નહિ તો કૉલેજમાં પ્રવેશ નહિ મળે…’ આ રીતનો પત્ર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર વાઈરલ કરી સનસની મચાવી દીધી છે. વધુમાં પરિપત્રમાં લખ્યું છે કે ક્લાસમાં આવતાં પહેલાં દરેક વિદ્યાર્થિનીનો બોયફ્રેન્ડ કોણ છે તેનો પુરાવો આપવો પડશે.

Political / ભાજપના સભ્યો ચલાવે છે દારૂના, જુગાર અડ્ડા : ધારાસભ્ય ગેનીબેન

Stock Market / શેરબજારમાં આજે તેજીનો માહોલ,  સેન્સેક્સ 473 પોઇન્ટના વધારા સાથે 51200 પર ખુલ્યો

મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીના લેટરહેડનો દુરુપયોગ કરીને આ પ્રકારના વિવાદિત લખાણ સાથે ખોટો સર્ક્યૂલર બહાર પાડવામાં આવ્યો છે અને એ પણ સોશિયલ મીડિયામાં વાયરલ  કરવામાં આવ્યો છે.

બોગસ સર્ક્યુલર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ વિશે યુજીએસ રાકેશ પંજાબીએ જણાવ્યું કે, ભૂતકાળમાં આ જ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. છતાં સત્તાધીશોએ પગલા લીધા ન હતા. બોગસ સર્ક્યુલર વાયરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા માંગ ઉઠી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ