ભાવનગર/ બાળકને ચોકલેટ આપતા પહેલા ચેતજો…..

ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા ભૂતકાળ માં લેવામાં આવેલ નમૂના માં અમુક ચોંકાવનારા કિસ્સા સામે આવે છે ત્યારે વાલીઓ ને લાલાબત્તી સમાન કિસ્સો પણ સામે આવ્યો છે

Gujarat Others
YouTube Thumbnail 39 3 બાળકને ચોકલેટ આપતા પહેલા ચેતજો.....

Bhavnagar News: ભાવનગર મનપા આરોગ્ય વિભાગ દ્વારા 2016 માં બજાર માં ખૂબ વેચાણ થતી સીંતું ઇમલી પાચક મનની પીપરમેન્ટના નમૂના લેવામાં આવેલ જેને ટેસ્ટિંગ માટે લેબ માં મોકલ્યા બાદ એક મહિના માં ચોકવનરો રિપોર્ટર સામે આવ્યો હતો અને જે બાળકો માટે ઘાતક પરિણામ સાબિત થઈ જાય છે આવો જાણીએ  સ્પેસિયલ રિપોર્ટ

ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા ભૂતકાળ માં લેવામાં આવેલ નમૂના માં અમુક ચોંકાવનારા કિસ્સા સામે આવે છે ત્યારે વાલીઓ ને લાલાબત્તી સમાન કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં 16/4/ 2016 ના રોજ સીન્ટુ ઇમલી પાચકના 448 ગ્રામ પેકેજમાંથી નમૂનાઓ લઈને રાજકોટ ખાતેની સરકારી પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા હતા.

જો કે આ ચોકલેટનો નમુનો 18/4/ 2016 ના રોજ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો રિપોર્ટ 10/05/2016 ના રોજ આવ્યો હતો. જેમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. આવેલા રિપોર્ટમાં સીન્ટુ ઇમલી પાચક ચોકલેટમાં લેક્ટિક એસિડ મળી આવ્યું હતું. જ્યારે નિયમ પ્રમાણે લેક્ટિક એસિડ હોવું જોઈએ નહીં. આથી તેને UNSAFE તરીકે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફોજદારી ગુનો દાખલ કરવા લેખિતમાં જણાવતા 13/04/2017માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો તેમ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર કે સિન્હાએ જણાવ્યું હતું.

બજારમાં વેચાતી સસ્તી ચોકલેટ અને પીપરમેન્ટ ક્યારેક ઘાતક પણ સાબિત થઈ જાય છે. ભાવનગરમાં પ્રકાશમાં આવેલો કિસ્સો કે જેમાં એક પીપરમેન્ટ માં  લેક્ટિક એસિડ નામનું ખતરનાક દ્રવ્ય મળી આવ્યું હતું. જે શરીર માં જવાથી બાળક સહિત યુવાનો માટે  પણ ઘાતક સાબિત થઈ શકે છે.

ભાવનગર ના ગેસોલોજીસ પેટના નિષ્ણાત ડો ભાવેશ ભૂત દ્વારા જનવામાં આવેલ કે લેક્ટિક એસિડ એક જાતનું શિરીરમાં પાચન ક્રિયામાં બનતું એસિડ છે જે ખોરાક મારફતે જો વધુ પ્રમાણ માં શરીર માં જાય તો કિડની લીવર સહિત ના અંગોને નુકસાન કરે છે હવે સમજી શકાય છે કે જો નાના બાળકો આ પ્રકારની ચોકલેટને આરોગે તો તેનું પાચનતંત્ર જરૂર નબળું પડે છે અને બાળક કુપોષિત તરફ ધકેલાઈ શકે છે. આમ રાષ્ટ્રીય કક્ષાએ ચોકલેટ બનાવતી કંપનીની બે જવાબદારી ભર્યા વ્યાપારને પગલે આજની ભારતની ઊગતી પેઢીને જરૂર પતન તરફ ધકેલે છે.


whatsapp ad White Font big size 2 4 બાળકને ચોકલેટ આપતા પહેલા ચેતજો.....


આ પણ વાંચો:કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:સ્ટાર મેકર એપ વાપરી રહ્યા છો તો થઈ જજો સાવધાન, યુવતી સાથે થયું એવું કે તે જાણીને…

આ પણ વાંચો:11000 સુરક્ષા જવાનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ વચ્ચે ભારત-પાકની ટક્કર

આ પણ વાંચો:ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા