સુરત/ રાજ્યગૃહ મંત્રીની શુભેચ્છા મુલાકાત, કહ્યું- ગુજરાત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે

પોલીસના અનેક નાના પ્રયોગ અને વ્યવસ્થાઓ ઉભી કરી તેના કારણે ગરીબ વર્ગના પરિવારોમાં તે જ દિવસથી દિવાળીની શરૂવાત થઈ ચૂકી હતી.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 13T162927.559 રાજ્યગૃહ મંત્રીની શુભેચ્છા મુલાકાત, કહ્યું- ગુજરાત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે

@અમિત રૂપાપરા 

  • પોલીસ અધિકારીઓ સાથે કરી શુભેચ્છા મુલાકાત
  • પોલીસ અધિકારીઓને દિવાળીની પાઠવી શુભેચ્છા
  • પોલીસે લોકો માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે: હર્ષ સંઘવી

Surat News: સુરતમાં રાજ્યગૃહ મંત્રીની અધ્યક્ષતામાં શહેર-જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે દિવાળી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ તબક્કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે- નવરાત્રીથી લઈ હમણાં સુધી રાજ્યના લોકો શાંતિથી તમામ પર્વની ઉજવણી કરી શકે તે માટે ગુજરાત પોલીસે રાત-દિવસ મહેનત કરી રહી છે.

Untitled 18 રાજ્યગૃહ મંત્રીની શુભેચ્છા મુલાકાત, કહ્યું- ગુજરાત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે

પોલીસના અનેક નાના પ્રયોગ અને વ્યવસ્થાઓ ઉભી કરી તેના કારણે ગરીબ વર્ગના પરિવારોમાં તે જ દિવસથી દિવાળીની શરૂવાત થઈ ચૂકી હતી.હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલના વિચારોને નીચે સુધી પહોંચાડવામાં મોટી સફળતા મળી છે. અન્ય રાજ્યમાં અંધારું થાય તો પરિવારો પોતાના સભ્યોને ઘરોની બહાર નીકળવાના દેતા નથી. પરંતુ ગુજરાત પોલીસે જે વ્યવસ્થા કરી છે,તે ખૂબ જ સારી કરી છે.

Untitled 18 રાજ્યગૃહ મંત્રીની શુભેચ્છા મુલાકાત, કહ્યું- ગુજરાત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે

ગુજરાતમાં નવરાત્રિમાં કરવામાં આવેલી વ્યવસ્થાને લઈ ગુજરાત પોલીસના કારણે એક પણ અઘટિત ઘટના બની નથી. જે બદલ ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.ગુજરાત પોલીસ તહેવારોનો ત્યાગ કરે છે, જેના કારણે લોકો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે છે. પોલીસથી લોકોને નહીં ગુનેગારોને ડર લાગવો જોઈએ.નાના ધંધાર્થીઓને ટ્રાફિકની પણ ખૂબ જ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે બદલ ટ્રાફિક પોલીસને હું અભિનંદન પાઠવુ છું તેમ કહેતા સંઘવીએ ઉમેર્યું કે,ટ્રાફિક પોલીસ રાજ્યની સૌથી બીજીબલિટી વાળી પોસ્ટ હોય છે.

Untitled 19 રાજ્યગૃહ મંત્રીની શુભેચ્છા મુલાકાત, કહ્યું- ગુજરાત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે

નાની મોટી કોઈનાથી ભૂલ થઈ હશે, પરંતુ કોઈ વાહન ચાલક રીઢો ગુનેગાર નથી. એક અદભુત ઉત્સાહ સુરત શહેરમાં જોવા મળ્યો છે. એક સમાજ એક પરિવારની જેમ સુરત દિવાળીનું પર્વ મનાવી રહ્યો છે. રાજ્યના લોકોની દિવાળી ખુશમંગલ હોય તો તેનો શ્રેય ગુજરાત પોલીસને જાય છે. 25 લાખથી વધુ લોકોની દિવાળી પોતાના પરિવાર સાથે થાય તે માટેની કામગીરી પોલીસે કરી છે.

Untitled 20 રાજ્યગૃહ મંત્રીની શુભેચ્છા મુલાકાત, કહ્યું- ગુજરાત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે

તેમને એવું પણ જણાવ્યું હતું કે, જે પરિવારના કોઈ સભ્ય દેવગત પામ્યા હોય તેવા લોકો માટે આપણે એક પરિવાર બનવું જોઈએ.આવા પરિવાર સુધી ફટાકડા અને મીઠાઈ પહોંચે તેવા સંજોગોમાં પોલીસ પરિવારની જેમ બન્યા તે બદલ હું અભિનંદન પાઠવુ છું.બાળકોના ચહેરા પર સ્મિત લાવવા પણ પોલીસને અભિનંદન પાઠવુ છું. દિવાળી સામે લોકોએ તકેદારી રાખવી જોઈએ,પોલીસે કરેલ સૂચનોનું પાલન કરે તો ચોરી જેવી ઘટના બનતી અટકી શકશે. રાજ્યના સામાન્ય નાગરિકને મદદગાર કઈ રીતે બનાવી શકાય તેવી વ્યવસ્થા પોલીસ કરશે તેવી આશા છે.


whatsapp ad White Font big size 2 4 રાજ્યગૃહ મંત્રીની શુભેચ્છા મુલાકાત, કહ્યું- ગુજરાત પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે


આ પણ વાંચો:RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ

આ પણ વાંચો:પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો:સુરતમાં બાળકોની અનોખી પહેલ

આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો