સુરત/ કયાં કારણથી કર્મચારીઓએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર

સુરત સિવિલમાં વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓને છેલ્લા ૩ મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જવા પામ્યા હતા અને  સિવિલ હોસ્પીટલમાં રોડ પર બેસીને રોડ બ્લોક કરીને વિરોધ નોધાવ્યો હતો. આ પણ  વાંચો ;  ઉત્તરાખંડને મળ્યા વધુ એક CM, તીરથ સિંહ રાવતે કર્યા રાજ્યપાલ પાસે શપથગ્રહણ સુરત સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા વર્ગ […]

Ahmedabad Gujarat Others
vlcsnap 2021 03 10 17h25m28s160 કયાં કારણથી કર્મચારીઓએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર

સુરત સિવિલમાં વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓને છેલ્લા ૩ મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જવા પામ્યા હતા અને  સિવિલ હોસ્પીટલમાં રોડ પર બેસીને રોડ બ્લોક કરીને વિરોધ નોધાવ્યો હતો.

આ પણ  વાંચો ;  ઉત્તરાખંડને મળ્યા વધુ એક CM, તીરથ સિંહ રાવતે કર્યા રાજ્યપાલ પાસે શપથગ્રહણ

vlcsnap 2021 03 10 17h19m39s457 કયાં કારણથી કર્મચારીઓએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર

સુરત સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓનો ૩ મહિનાનો પગાર ન થતા કર્મચારીઓ  મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા ત્યારે કમચારીઓ દ્વારા આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કર્મચારીઓનો પગાર ન થતા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતું. સિવિલમાં ફરજ બજાવતા ૫૦૦ થી વધુ વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ સિવિલ હોસ્પીટલના રોડ પર જ બેસીને રોડને બ્લોક કરી દીધો હતો. સુરત સિવિલમા વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા હોસ્પીટલનું વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યુ હતું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હળતાળ સમેટી લેવા માટે હોસ્પીટલના વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓ સાથે વાટાઘાટો શરુ કરી છે.