Political/ મહેબૂબાનાં ટ્વીટ પર ગુસ્સે થયેલા અનિલ વિજ આ શું બોલી ગયા? કહ્યુ- દોષ મહેબૂબા મુફ્તીનાં DNA માં છે

હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડનારાઓનાં સમર્થનમાં મહેબૂબા મુફ્તીનાં ટ્વીટ પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ તેમના ભારતીય હોવા પર સવાલ ઉઠાવ્યા છે.

Top Stories India
અનિલ વિજ અને મહેબૂબા મુફ્તી

હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડનારાઓનાં સમર્થનમાં મહેબૂબા મુફ્તીનાં ટ્વીટ પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ તેમના ભારતીય હોવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દોષ મહેબૂબા મુફ્તીનાં DNA માં છે. તે પોતાને ભારતીય હોવાનું કેવી રીતે સાબિત કરશે? વિજ પહેલાથી જ નિશાનો સાધી ચુક્યા છે.

આ પણ વાંચો – શિયાળાની ઠંડી / તૈયાર રહો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડી માટે, ચીન માટે એલર્ટ જાહેર

T20 વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનનાં હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન સામેની હાર બાદ જ્યાં દેશમાં શોકનું વાતાવરણ હતુ, તો જમ્મુ-કાશ્મીરનાં કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાનની જીત પર આતીશબાજી કરવામાં આવી હતી. જોકે, પોલીસે ફટાકડા ફોડતા 6 લોકોની અટકાયત કરી છે. તો ત્યાં જ, હવે જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવનારાઓનાં સમર્થનમાં સામે આવ્યા છે. મહેબૂબા મુફ્તીનાં સમર્થનમાં આવ્યા બાદ હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે વળતો પ્રહાર કર્યો હતો. PDF ચીફ અને જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનાં ટ્વીટ પર હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે પલટવાર કર્યો છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં અનિલ વિજે કહ્યું, ‘મહેબૂબા મુફ્તીનો DNA જ ખરાબ છે, તેમણે સાબિત કરવું પડશે કે તે કેટલા ભારતીય છે.’ આટલું જ નહીં, અનિલ વિજે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ પાકિસ્તાન ક્રિકેટ મેચ જીતવા પર ભારતમાં ફટાકડા ફૂોડનારનું DNA ભારતીય ન હોઈ શકે. તમારા ઘરમાં છુપાયેલા દેશદ્રોહીઓથી સાવચેત રહો.

આ પણ વાંચો – એલિયન્સના ખોલશે રહસ્ય / એલિયન્સના રહસ્ય ખોલી શકે છે દુનિયાનું સૌથી મોટુ ટેલિસ્કોપ,ચીનની ટેકનોલોજી પર નિષ્ણાંતોને ભરોસો

ઉલ્લેખનીય છે કે, PDF ચીફ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું હતુ કે, ‘પાકિસ્તાનની જીતની ઉજવણી કરી રહેલા કાશ્મીરીઓ સામે આટલો ગુસ્સો કેમ? કેટલાક લોકો એવા નારા પણ લગાવી રહ્યા છે – દેશ કે ગદ્દાર કો, ગોલી મારો… જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવી લેવાયા પછી કેટલા લોકોએ મીઠાઈઓ વહેંચીને ઉજવણી કરી હતી તે કોઈ ભૂલી શકશે નહીં. વિરાટ કોહલીની જેમ તેને યોગ્ય ભાવનામાં લો, જેણે પાકિસ્તાની ટીમને સૌપ્રથમ અભિનંદન પાઠવ્યા હતા. મહેબૂબાએ ટ્વિટ સાથે વિરાટ કોહલીની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે પાકિસ્તાની બેટ્સમેન રિઝવાન સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.