OMG!/ એવુ તે શું થયુ કે આ તળાવ સુધી આવતી કેનાલમાં હજારો માછલીઓનાં થયા મોત?

લીંબડી નેશનલ હાઈવે પરના છાલીયા તળાવથી લીંબડી દોલતસાગર તળાવમાં કાચી કેનાલ મારફતે પાણીની આવક કરવામાં આવે છે.

Gujarat Others
2 64 એવુ તે શું થયુ કે આ તળાવ સુધી આવતી કેનાલમાં હજારો માછલીઓનાં થયા મોત?

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી નેશનલ હાઈવે પરના છાલીયા તળાવથી લીંબડી દોલતસાગર તળાવમાં કાચી કેનાલ મારફતે પાણીની આવક કરવામાં આવે છે. છાલીયાથી લીંબડી તળાવ સુધી આવતી કેનાલમાં હજારો માછલીઓના મોત થયા છે. માછલીના મોત શું કારણોસર થયું તે અકબંધ રહ્યું છે.

પાટીલ ઇફેક્ટ! / BJ P યુવા મોરચામાં ટકવા ઉંમરનું વિધ્ન નડયું, રાજ્યભરમાં 35 હોદ્દેદારોના રાજીનામા

હજારો માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મૃત માછલીઓની દુર્ગંધને કારણે કેનાલની આજુબાજુના વિસ્તારોમાં રહેતા રહીશો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અસહ્ય દુર્ગંધના કારણે રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત માછલીઓને નગરપાલિકા દ્વારા કેનાલમાંથી હટાવી લેવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી છે.

કેબિનેટ વિસ્તરણ / કેન્દ્રીય કેબિનેટમાં ધરખમ ફેરફારના સંકેત, વરુણ ગાંધી અને ભૂપેન્દ્ર યાદવ સહિત આ ચહેરાઓને મળી શકે છે સ્થાન

આ અંગે લીંબડી ન.પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસે જણાવ્યું હતું કે હોસ્પિટલનું કામ હોવાથી હું બહાર ગામ આવી છું. થોડા દિવસો પહેલા કેનાલ અંદરનો ગાળ અને આડસ હટાવી લેવામાં આવી હતી. માછલીઓનું મૃત્યુ ક્યાં કારણે થયુ તે હજી સુધી જાણી શકાયું નથી. ગુરુવારે સ્થળ પર જઈશું પછી જ ખ્યાલ આવશે. માછલીઓના મોત પાછળ જે કોઈ જવાબદાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કેનાલની સફાઈ પણ હાથ ધરવામાં આવશે.

majboor str 18 એવુ તે શું થયુ કે આ તળાવ સુધી આવતી કેનાલમાં હજારો માછલીઓનાં થયા મોત?