Lifestyle/ જીવનમાં ક્યારે-કેટલા વિટામિન્સ જરૂરી, દરેક સ્ત્રીને આ જાણવું જોઇએ.

શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે મહિલાઓના શરીરમાં વિટામિન્સ સાથે અન્ય પોષક તત્વ મહત્વનું હોય છે

Health & Fitness Lifestyle
Beginners guide to 2 જીવનમાં ક્યારે-કેટલા વિટામિન્સ જરૂરી, દરેક સ્ત્રીને આ જાણવું જોઇએ.

મહિલાઓ દિવસ દરમિયાન કેટલાક કામ કરતી હોય છે, જેના થાકને તે સામાન્ય થાક તરીકે જોવે છે. પરંતુ આ શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપનો સંકેત હોઈ શકે છે. સ્ત્રીઓનું સ્વાસ્થ્ય પુરુષો કરતાં ઘણી રીતે અલગ હોય છે સાથે જ પોષક તત્ત્વોની જરૂરિયાતો પણ અલગ હોય છે, જે પૂરી કરવા માટે વિટામિન્સ ખાસ ભૂમિકા ભજવે છે. આ વિટામિન્સ મહિલાઓની પ્રજનન ક્ષમતા, હાડકાને મજબૂત અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે સમયસર આ તરફ ધ્યાન ન આપો તો ભવિષ્યમાં તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મહિલાઓને ચેકઅપ શા માટે જરૂરી છે?

ઘણીવાર મહિલાઓના શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ જોવા મળતી હોય છે. તે ઉણપના અનેક લક્ષણો અને નિશાન શરીરમાં દેખાવા લાગે છે. વિટામિન ચેકઅપ કરાવાથી જાણી શકાય છે કે તમારા શરીરમાં કયા વિટામિનની ઉણપ છે. તમને આ માહિતી યોગ્ય સમય પર સારવાર મેળવવામાં મદદ કરશે. તેના દ્વારા તમે તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ સરળતાથી શોધી શક્શો. તે દરમિયાન , તમે કેટલીક સમસ્યાઓ, જેમ કે એનિમિયા, જે વિટામિનની કમીના કારણે થાય છે, ત્યારે તમે સમયસર ડૉક્ટરની સલાહ લઈને તમે આ સમસ્યાઓનું સરળતાથી નિદાન કરી શકો છો.

મહત્વપૂર્ણ પોષક તત્વો

મહિલાઓમાં વિટામિન ડી હાડકાની શક્તિ, રોગપ્રતિકારક શક્તિ અને મૂડને સુધારે છે. વિટામિન B12 લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદન શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. મહિલા જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે ગર્ભના વિકાસ માટે ફોલિક એસિડ જરૂરી હોય છે. આયરન લાલ રક્તકણોનું ઉત્પાદન કરે છે, તેમજ ઉર્જાનું સ્તર બનાવી રાખે છે. દાંતની મજબૂતી માટે કેલ્શિયમ જરૂરી હોય છે.

ચેકઅપ ક્યારે કરાવવું જોઈએ.

મહિલાઓને અનિયમિત માસિક દરમિયાન સતત થાક અને સતત વાળ ખરવા લાગે છે ,જે શરીરમાં વિટામિનની ઉણપના લક્ષણો છે. આવી સ્થિતિમાં, તમે આ સમસ્યાઓનો સામનો કરો છો, ત્યારે ચોક્કસપણે તમારે વિટામિન ચેકઅપ કરાવું જોઈએ. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન પણ વિટામિન ચેકઅપ કરાવું જોઈએ.

આહારમાં વિટામિન્સ

આહારમાં વિવિધ પ્રકારના વિટામિન્સ જોવા મળે છે, જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો.
વિટામિન K બ્રોકોલી, કોબી, કીવી, દ્રાક્ષ અને સોયાબીન જોવા મળે છે. આ સાથે જ લાલ અને પીળા શાકભાજી જેવા કે કેપ્સિકમ, ટામેટા અને ગાજર વગેરેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામીન અને અન્ય સ્વસ્થ પોષક તત્વો વધુ પ્રમાણામાં મળી આવે છે.

આ બાબતનું ખાસ ધ્યાન રાખો

કેટલીક મહિલાઓ બીજા લોકોની સલાહ પર વિટામિન સપ્લિમેન્ટ્સ ઉપયોગ કરતી હોય છે, જે ખોટું છે. તમારે હંમેશા ડૉક્ટરની સલાહ પર જ વિટામિન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

વર્ષમાં એકવાર ચેકઅપ કરાવવું જ જોઈએ

ઘણી મહિલાઓમાં વિટામિનની ઉણપ જોવા મળતી હોય છે. ખાસ કરીને તે મહિલાઓ કે જે શાકાહારી છે અથવા જે હાલમાં જ ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય. તેવી સ્ત્રીઓ પૂરતા પ્રમાણમાં દૂધનું સેવન નથી કરતી. જેના કારણે તેમાં વિટામિન B12 ની ઉણપ જોવા મળે છે. જો તમે યોગ્ય સમય પર તમારા વિટામીનની તપાસ ન કરાવો તો તે તમારા હૃદય પર અસર કરશે. જેના કારણે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે વર્ષમાં એકવાર વિટામિન ચેકઅપ કરાવું જરુરી હોય છે.

બીમારી, માનસિક સ્વાસ્થ્ય અને પાચન સહિત અનેક રોગોના સંપર્કમાં આવી શકે છે. શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે મહિલાઓના શરીરમાં વિટામિન્સ સાથે અન્ય પોષક તત્વને મહત્વનું હોય છે. સ્વાસ્થમાં મુશ્કેલી જેવું લાગે ત્યારે તમારે તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું લાભપ્રદ ? ખરેખર હૃદય પર થાય છે હકારાત્મક અસર, આખરે સત્ય શું છે

આ પણ વાંચો : શારીરિક સંબંધ બાંધ્યા પછી મહિલાઓએ આ 5 કામ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો આ બીમારીનો ખતરો વધી શકે છે

આ પણ વાંચો : દૂધ, દહીં, પનીર અને છાશનું સેવન આ લોકો માટે ઘાતક નીવડે છે…