વેલેન્ટાઈન ડે/ જબ કોઈ બાત બિગડ જાયે…જબ કોઈ મુશ્કિલ પડ જાયે… ધબક્તાં હ્રદય જેવી કોઈ શ્રેષ્ઠ ભેંટ નથી પરંતું સામા પાત્રની તૈયારી ન હોય તો….!

વર્ષ ૧૯૯૦ની સુપરહિટ બોલીવૂડ ફિલ્મ “જુર્મ”નું આ ગીત આજે પણ એટલુંજ તાજું લાગે છે. રાજેશ રોશનનું સંગીત તથા ઈંદિવરનાં શબ્દોમાં કુમાર શાનું અને સાધના સરગમના કંઠે ગવયેલા આ ગીતનું ફિલ્માંકન અભિનેતા વિનોદ ખન્ના

Lifestyle Relationships
velentine 1 જબ કોઈ બાત બિગડ જાયે...જબ કોઈ મુશ્કિલ પડ જાયે... ધબક્તાં હ્રદય જેવી કોઈ શ્રેષ્ઠ ભેંટ નથી પરંતું સામા પાત્રની તૈયારી ન હોય તો....!

મનન : ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ

જબ કોઈ બાત બિગડ જાયે…
જબ કોઈ મુશ્કિલ પડ જાયે…
તુમ દેના સાથ મેરા…ઓ હમનવાઝ….
તુમ દેના સાથ મેરા…ઓ હમનવાઝ….

ન કોઈ હૈ …ન કોઈ થા….
ઝિંદગીમે….તુમ્હારે.. સિવા…
તુમ દેના સાથ મેરા…ઓ હમનવાઝ…
તુમ દેના સાથ મેરા…ઓ હમનવાઝ…

હો ચાંદની જબ તક રાત…
દેતા હૈ …હરકોઈ સાથ…
તુમ મગર અંધરોમે….
ના…છોડના…મેરા હાથ….

વર્ષ ૧૯૯૦ની સુપરહિટ બોલીવૂડ ફિલ્મ “જુર્મ”નું આ ગીત આજે પણ એટલુંજ તાજું લાગે છે. રાજેશ રોશનનું સંગીત તથા ઈંદિવરનાં શબ્દોમાં કુમાર શાનું અને સાધના સરગમના કંઠે ગવયેલા આ ગીતનું ફિલ્માંકન અભિનેતા વિનોદ ખન્ના અને અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રિ પર કરવામાં આવ્યું છે. આ ગીતમાં રૂપેરી પડદા પર બન્નેની કેમેસ્ટ્રી જોરદાર લાગે છે. આ ગીતનાં ભાવ બન્નેએ આબાદ રીતે ઝીલ્યા છે. તો શું છે આ ભાવ? આ ભાવ એજ છે જેની દરેક લોકોને અપેક્ષા હોય છે પોતાના પાર્ટનર પાસેથી કે પોતાના સ્નેહીજનો પાસેથી…આજના વેલેન્ટાઈન ડે…નિમિતે પણ પ્રેમી યુગલો એક બીજાને આવાજ સાથ નિભાવવાના વચન આપે છે. અને આ જ કારણથી લોકોને આ ગીત જાણે પોતીકું લાગે છે તેમજ હ્રદયનાં તાર ઝણઝણી ઉઠે છે.આ ગીતની સાથે જ પોતાના પ્રિયપાત્રની કલ્પનામાં મન રાચવા લાગે છે. આપણને એક આદર્શ પાર્ટનર જોઈતો હોય છે અને એક આદર્શ પાર્ટનર પાસેથી માત્ર ઉચ્ચ લાગણીની અપેક્ષા જ હોય. જો કોઈ કહે કે તેમને કોઈ જ અપેક્ષા નથી તો તે ખોટું બોલે છે.

Political / એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી

Image result for images of velentine couple

 

Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED

બીજી બાજુ એ આ અપેક્ષા દેખીતી રીતે ખુબજ સામાન્ય છે. દરેકને સંવેદના ,સહાનુભૂતિ, સ્મિત, માયાળુ શબ્દ અને ભલી લાગણી જોઈએ છે. પરન્તુ લોકો ખુશી જ શોધે છે અને ચાંદનીમાંજ સાથે રહે છે અંધારામાં નહીં તેં વાસ્તવિકતા છે. મોટા ભાગનાં લોકોને આ ગીતના શબ્દો જેવું નહી મળતાં તેમને જીવન જીવવા જેવું નથી લાગતું….આવું ન થવું જોઈએ…. અને આવુ જ થઈ રહ્યુ છે. સંબન્ધો ક્ષણભંગુર થયાં છે. તેનુ કારણ વ્યક્તિગત રીતે અલગ-અલગ હોઇ શકે છે. પરન્તુ સામુહિક રીતે જોઈએ તો આપણી સ્વાર્થી વાસનાઓ જ તેનાં માટે જવાબદાર છે. સુખની સલામતી સમાન એક બીજા માટે કરી છૂટવાની ભાવના નામશેષ થઇ રહી છે. માણસ હવે માનવતા ભૂલીને મશીન જેવો બની રહ્યો છે. જોવા જઇએતો માણસજાત એક જ છે જે આબાદ અભિવ્યક્તિ કરવા અને ઝીલવા માટે સક્ષમ છે. તો પછી આવું થવાનું કારણ….! કારણ છે… અ…પે…ક્ષા….. ત્રણ અક્ષરનો શબ્દ. આપણે એ સમજી જવાની જરૂર છે કે વધુ પડતી અપેક્ષાઓ જ આપણને આપણાં લોકોથી દુર કરી દે છે. તો શું કરવું?

Image result for images of velentine couple

આપણી અરસ-પરસ નિરસતાનું નિરીક્ષણ કરવું કે આપણાં જીવનમાં ઉલ્લાસ અને આનંદ ક્યાં અને કેમ ખોવાયા છે? અખબારોનાં પાનાઓ અને ટીવીના અહેવાલોમાં કે રોજબરોજની સોશિયલ મીડિયાની લાઈફમાં ખોવાયા છે? ધિક્કાર, હિંસા, ખુનામરકી અને ગરમ-ગરમ સનસનાટી ફેલાવતી ખબરો અને આભાસી દુનિયાની વચ્ચે સંવેદનો વિસરાઇ ગયા છે. એક-બીજાની સારસંભાળનાં સંવેદનો કદાચ ઉત્તેજનાના ઉપાસકોની મુઠ્ઠીમાં દબાઈ રહ્યાં છે. આભાસી સંબંધોની દુનિયામાં વાસ્તવિક સંબંધો ખૂબ જલ્દી તુટી રહ્યાં છે. તેમજ કૌટુંબિક ઝગડાઓમાં અલ્પજીવી સંબંધો ફલ્યા ફૂલ્યા છે. એમા પણ કોઈ સાચો પ્રેમ દેખાય તો લોકો રસ્તો બદલી નાંખે છે કારણકે વફાદારીથી ડર લાગે છે. એકના ઍક પાત્ર સાથે વફાદાર થવું બોરિંગ લાગે છે. પરન્તુ જો કોઈને શ્રેષ્ઠ ભેટ આપવી હોય તો તે ધબકતું હ્ર્દય જ છે.

Gujarat / અમદાવાદીઓ માટે ખુશખબર, મંતવ્ય ન્યૂઝ પર CM રૂપાણીની મોટી જાહેરાત

Image result for images of velentine couple

પરન્તુ સામેના પાત્રની તૈયારી ન હોય તો આપણે દુઃખી થવાની અને અપેક્ષાઓ રાખવાની જરૂર નથી. બીજાંને બદલવા કરતાં યાદ કરવું કે આ પૃથ્વી પર મારી પાસે બહું લાંબો સમય નથી. જે મળ્યું છે તેનો સ્વિકાર કરવો…કુદરતના ન્યાયમાં વિશ્વાસ કરવો કારણકે આ જ સુખની તરફ જવાનો માર્ગ છે. માંગો નહીં આપો…કુદરતને અનુસરો. સુર્ય સામે ઉભા રહી પ્રકાશ અને જીવનના સંદેશ મેળવો. આકાશ તરફ જુઓ અને વિશાળતા રાખો. બીજાને જે પણ આપી શકાય તે આપીએ. ફુલ નહીં તો ફૂલની પાંખડી પણ ચાલશે. આમ થતાં જ સુન્દર ઘટના સર્જાય છે. પ્રકાશનાં અસ્તિત્વને જોઈને હતાશાનાં વાદળો હટાવી દો… બાહોં ફેલાવીને દરેકને તમારાં બનાવી દો. સારી વસ્તુઓ અને સારા લોકોને જોઇ ખુશ થાવ. કોઇક છે જેને તમારી જરૂર છે. તમારૂં જે કાંઇ છે પ્રેમથી છલકાવીદો…લોકોને દોસ્તી અને હૂંફ આપો. કેટકેટલાય કચડયેલા, તરછોડયેલા અને છેતરયેલાને જોઈને તમારૂં દુઃખ તુચ્છ લાગશે. અને પછી જીવન જીવવા જેવું લાગશે.

Image result for images of velentine couple

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…