Not Set/ મોત પર MLAનો બફાટ, ક્યાં છે સંવેદનશીલતા? રાજકોટ રામ ભરોસે

રાજકોટમાં તાવના કારણે ત્રણ માસુમ બાળકોએ જીવ ગુમવ્યા છે, તો બીજી તરફ નેતાઓના બેફામ નિવેદનો સામે આવી રહયા છે. લાગે છે કે, રાજકોટવાસીઓ હવે ભગવાન ભરોસે છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કહયું કે જીવન મરણ તો ભગવાનના હાથમાં છે. એક તરફ ત્રણ બાળકોનાં મોત થયા છે, તો બીજી તરફ ધારાસભ્યનું આ નિવેદન એકદમ બેજવાબદારી વાળુ […]

Rajkot Gujarat
govind મોત પર MLAનો બફાટ, ક્યાં છે સંવેદનશીલતા? રાજકોટ રામ ભરોસે

રાજકોટમાં તાવના કારણે ત્રણ માસુમ બાળકોએ જીવ ગુમવ્યા છે, તો બીજી તરફ નેતાઓના બેફામ નિવેદનો સામે આવી રહયા છે. લાગે છે કે, રાજકોટવાસીઓ હવે ભગવાન ભરોસે છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કહયું કે જીવન મરણ તો ભગવાનના હાથમાં છે. એક તરફ ત્રણ બાળકોનાં મોત થયા છે, તો બીજી તરફ ધારાસભ્યનું આ નિવેદન એકદમ બેજવાબદારી વાળુ છે. સ્પષ્ટ રીતે આવું નિવેદન કરીને ધારાસભ્ય તંત્રનો લૂલો બચાવ કરી રહયા છે.

govind.PNG1 મોત પર MLAનો બફાટ, ક્યાં છે સંવેદનશીલતા? રાજકોટ રામ ભરોસે

ભાજપનાં ધારાસભ્ય દ્વારા આવા નિવેદન પર કોંગ્રેસ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. રાજકોટનું આરોગ્ય વિભાગ નિષ્ફળ નીવડ્યું છે ત્યારે આ તરફ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના નિવેદનને કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડાએ ટીકાપાત્ર ગણવ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસે ધારાસભ્ય ગોવિંદ પટેલનાં આ નિવેદનને વખોડે છે.

જ્યારે સમગ્ર રાજકોટ રોગચાળાનાં કારમા ખપ્પરમાં છે અને ત્રણ-ત્રણ માસુમોનો તાવનાં કારણે જીવ ગયો છો ત્યારે ઘારાસભ્યશ્રીનાં આવા બેફામ બફાટથી લોકો પુછી રહ્યા છે, ક્યાં છે સંવેદનશીલ સરકાર અને ક્યાં છે સંવેદના?

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.