Who is Dr. Dinsha Pardiwala/ કોણ છે ડો. દિનશા પારડીવાલા જેને ધોનીનું કર્યું હતું ઓપરેશન, એક સર્જરી માટે લે છે આટલો ચાર્જ

ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત IPL ટ્રોફી જીત્યા બાદ, મહેન્દ્ર સિંહ ધોનીની ગુરુવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જે ડૉ. દિનશા પારડીવાલાએ કરી હતી.

Health & Fitness Lifestyle
ડૉ. દિનશા પારડીવાલા

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. ગુજરાત ટાઇટન્સ સામે 19મી ઓવરમાં કેચ લેવા માટે ડાઇવ મારતાં તેને ઘૂંટણમાં ઇજા થઇ હતી. જોકે ધોની છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં, IPL 2023 સમાપ્ત થયા પછી, તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી માટે પહોચ્યો હતો. તેની સર્જરી પ્રખ્યાત ડો. દિનશા પારડીવાલાએ કરી હતી.  તો આજે અમે તમને ધોનીના આ ડોક્ટરનો પરિચય કરાવીએ…

કોણ છે ડો. દિનશા પારડીવાલા

ડો. દિનશા પારડીવાલા બીસીસીઆઈની મેડિકલ પેનલના સભ્ય છે. તેમની પાસે MBBS, MS (ઓર્થોપેડિક્સ), DNB (ઓર્થોપેડિક્સ), FCPSની  ડિગ્રી છે અને 22 વર્ષનો અનુભવ છે. હાલમાં તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈમાં ઓર્થોપેડીશીયન તરીકે કામ કરે છે. તેઓ ઓર્થો આર્થ્રોસ્કોપી, સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સ અને શોલ્ડર સર્વિસીસના ડિરેક્ટર અને સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના ચીફ છે. ડો. દિનશા પારડીવાલાને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે 2009 માં ઇસાકોસ જોન જોયસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ ખેલાડીઓની કરી છે સર્જરી

એમએસ ધોની પહેલા ડો. દિનશા પારડીવાલાએ ઘણા બધા ખેલાડીઓની સારવાર કરી છે. જેમાં બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપ, બોક્સર અખિલ કુમાર, કુસ્તીબાજ સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, બોક્સર વિકાસ કૃષ્ણન, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને રગ્બી કેપ્ટન ઋષિ પેંડસે સામેલ છે. જાન્યુઆરીમાં તેમને  ભારતીય વિકેટકીપર ઋષભ પંત અને ગયા વર્ષે રવિન્દ્ર જાડેજા એ ઘૂંટણની સર્જરી કરાવી હતી.

દિનશા પારડીવાલાની ફી

ડો. દિનશા પારડીવાલાની ફીની વાત કરીએ તો તેમનો કન્સલ્ટેશન ચાર્જ અઢી હજાર રૂપિયા છે. જો કે, જ્યારે તેના ઓપરેશન માટેના ચાર્જ વિશે શોધ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે ACL રિપેર સર્જરી માટે લગભગ ચાર લાખ રૂપિયા લે છે.  તાજેતરમાં જ એક વ્યક્તિએ દિનશા પારડીવાલાની સર્જરી માટે 2 લાખનું બિલ પણ શેર કર્યું છે. જો કે, હાલમાં એમએસ ધોનીની કઈ સર્જરી કરવામાં આવી છે અને તેના માટે કેટલો ચાર્જ લેવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આનંદોઃ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજથી અમલી