#gujarat/ અરવલ્લીમાં શા માટે હિટ એન્ડ રનનાં નવા કાયદાનો થઈ રહ્યો છે વિરોધ

રતીય સંસદમાં બ્રિટિશ શાસન સમયના ફોજદારી ગુનાના કાયદા રદ કરી ત્રણ નવા કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતીય ન્યાય સંહિતામાં હિટ એન્ડ રન કેસમાં હવે નિયમોમાં ફેરફાર કરાયા છે.

Gujarat Others

: ભારતીય સંસદમાં બ્રિટિશ શાસન સમયના ફોજદારી ગુનાના કાયદા રદ કરી ત્રણ નવા કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતીય ન્યાય સંહિતામાં હિટ એન્ડ રન કેસમાં હવે નિયમોમાં ફેરફાર કરાયા છે. આ નવા નિયમ મુજબ રૂપિયા 7 લાખનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેની અસર ગુજરાતના અરવલ્લીમાં પણ જોવા મળી છે. અરવલ્લીમાં ડ્રાઈવરો આક્રોશ સાથે ભિલોડા નગરમાં રસ્તા રોકી ભારે વિરોધ સાથે પ્રદર્શન કર્યું છે.

સરકારના કડક પગલાંને લઈ દેશભરમાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પડઘા અરવલ્લી જીલ્લામાં પણ પડ્યા છે. ટ્રક અને બસના ડ્રાઈવરોએ ભિલોડા નગરમાં રસ્તા પર ટ્રક અને બસો સાથે ચક્કાજામ કર્યો છે. તેમજ ડ્રાઈવરો વિરોધ સાથે ઈડર-શામળાજી રોડ બ્લૉક કર્યો છે. વાહનચાલકોની બેદરકારીને કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. તેમજ બેદરકારી બાદ પોલીસ કે મેજીસ્ટ્રેટને જણાવવાને બદલે ડ્રાઈવરો પલાયન થઈ જતા હોય છે. જેને લઈ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુની વિશેષ જોગવાઈમાં ફેરફાર કરાયા છે. જે પહેલા જેલની સજા 2 વર્ષની હતી તે હવે વધારીને 10 વર્ષની કરવામાં આવી છે.

રસ્તા પર વાહનોના ચક્કાજામને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનવ્યવહાર ઠપ્પ થતાં જનજીવન હાલ થંભી ગયુ હોય તેવું વર્તાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ નિયમ રદ કરે તેવી ઉગ્ર માગણી કરાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: