President of Russia/ વ્લાદિમીર પુતિન ફરીથી રાષ્ટ્રપતિ બનશે? વિશ્વની નજર રશિયા પર

પુતિનની વિરૂદ્ધમાં કમ્યુનિસ્ટ પાર્ટીના નિકોલાઈ ખારિતોનોવ, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના લિયોનિદ સ્લટસ્કી અને ન્યૂ પીપલ પાર્ટીના વ્લાદિસ્લાવ દાવાનકોવ પણ ચૂંટણીમાં ઊભા છે. જ્યારે બોરિસ નાદેજીન અને પૂર્વ ટીવી પત્રકાર યેકાતેરિન ઈંટસોવાને ફેબ્રુઆરીમાં ચૂંટણી…..

World
Beginners guide to 2024 03 15T191603.937 વ્લાદિમીર પુતિન ફરીથી રાષ્ટ્રપતિ બનશે? વિશ્વની નજર રશિયા પર

New Delhi News: યુક્રેન સાથે થઈ રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એક વખત 6 વર્ષ માટે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. રશિયન નાગરિકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ત્રણ દિવસ સુધી વોટ કરશે. અત્યારે સમગ્ર વિશ્વની નજર પુતિન પર છે.

કોણ છે પુતિનની વિરૂદ્ધ

પુતિનની વિરૂદ્ધમાં કમ્યુનિસ્ટ પાર્ટીના નિકોલાઈ ખારિતોનોવ, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના લિયોનિદ સ્લટસ્કી અને ન્યૂ પીપલ પાર્ટીના વ્લાદિસ્લાવ દાવાનકોવ પણ ચૂંટણીમાં ઊભા છે. જ્યારે બોરિસ નાદેજીન અને પૂર્વ ટીવી પત્રકાર યેકાતેરિન ઈંટસોવાને ફેબ્રુઆરીમાં ચૂંટણી પંચે ગેરલાયક ઠેરવ્યા હતા. તે સિવાય પુતિનના પ્રખર ટીકાકારમાંના એક વિપક્ષી નેતા એલેક્સી નવલનીનિં ચૂંટણી પહેલા જ જેલમાં મોત નિપજ્યું હતું.

એકહથ્થુ શાસન

પુતિન છેલ્લા 24 વર્ષથી સત્તામાં છે. વિરોધીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં તેમનું પ્રભુત્વ પણ જોવા મળ્યું છે. અને તેઓ વધુ મજબૂત બન્યા છે. યુક્રેન સાથે બે વર્ષથી પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઉપરાંત,પશ્ચિમના દેશોનું વિરોધી વલણનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં રશિયાની અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર દેખાઈ નથી. જે રશિયાની મજબૂત સ્ટ્રેટેજી સાબિત થઈ છે.

ચૂંટણી પછી શું?

જો પુતિન ચૂંટણી જીતે છે તો ઘણા કડક કાયદા લાગૂ કરી શકે છે. તેમણે ગયા વર્ષે LGBTQ+ સમુદાયને સમલૈંગિક લગ્ન અને લિંગ પરિવર્તન પર પ્રતિબંદ મૂકતા પરિવારની વેલ્યૂ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ