Not Set/ કોરોનાનાં ડરથી મહિલાએ કર્યો આત્મઘાત, ચેતીજજો કેસ વધી રહ્યા છે !!

અમદાવાદમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યો હોય તેવી રીતે શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં બજારોમાં જામેલી ભીડ હવે હોસ્પિટલોમાં જામશે તેવી ભીતી પણ સેવવામાં આવી રહી છે.

Ahmedabad Gujarat
women suicide કોરોનાનાં ડરથી મહિલાએ કર્યો આત્મઘાત, ચેતીજજો કેસ વધી રહ્યા છે !!
  • અમદાવાદ કૃષ્ણ નગરમાં મહિલાનો આપઘાત
  • કોરોનાના ડરથી કર્યો આપઘાત
  • બે દિવસ પહેલા મહિલાને શરદી ખાસી હતી
  • પોલીસે પતિનું નિવેદન લઈ તપાસ શરૂ કરી
  • અમદાવાદ કૃષ્ણ નગરમાં મહિલાનો આપઘાત
  • કોરોનાના ડરથી કર્યો આપઘાત

અમદાવાદમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યો હોય તેવી રીતે શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં બજારોમાં જામેલી ભીડ હવે હોસ્પિટલોમાં જામશે તેવી ભીતી પણ સેવવામાં આવી રહી છે. અમદાવાદની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવાની શરુ થઇ ગઇ છે અને બરોબર ત્યારે જ અમદાવાદના ઠક્કરનગરમાં એક મહિલાએ કોરોના થયો હોવાના ડરમાં હવે મરી જશે તેવા ભયના માર્યા એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો છે. આ ઘટના દર્શાવે છે કે કોરોનાનો ડર લોકોના મનમાં ઘર કરી ગયો છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એ જ બચાવ હોવા છતાં લોકો આ ગાઈડ લાઈનનું અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાંય પણ પાલન કરી રહ્યા નથી, જેના પગલે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને કેસો વધતાં લોકોમાં પણ ડર ફેલાયો છે. ત્યારે શહેરના ઠક્કરબાપા નગરમાં કોરોનાના ડરને કારણે પરિણિતાએ એસિડ પી લઈ આપધાત કર્યો હોવાની ઘટના બની છે, જો કે, કૃષ્ણનગર પોલીસે પરિવારના નિવેદનો લઈને અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસથી તબિયત નાદુરસ્ત હતી
અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં મહાવીરનગર વિભાગ-3માં પરિવાર સાથે રહેતાં નયનાબેન સિદ્ધરાજભાઈ પટેલે મંગળવારે રાતે આઠ વાગ્યાની આસપાસ કોરોના થશે મરી જવાશે તેવા ડરને કારણે એસિડ પી લીધું હતું. તે ઉપરાંત તેમણે શરીર પર પણ એસિડ છાંટી દીધું હતું. તેમના પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં પરંતુ ત્યાં સારવાર દરમિયાન નયનાબેનનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક નયનાબેનના પતિએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ત્રણ ચાર દિવસથી તેમના પત્નીને શરદી, ખાંસી અને તાવની અસર હતી. શહેરમાં કોરોનાના કેસો વધવાથી તેમના મનમાં એવો ડર ફેલાયો હતો કે કોરોના થશે તો મરી જશે. આ ડરના કારણે તેમણે એસીડ પીને આપધાત કર્યો છે. કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

@ ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ