Not Set/ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની શાંતિસાગરની ચોંકાવનારી કબુલાત

  સુરત 19 વર્ષની વિદ્યાર્થિની પર થયેલાં દુષ્કર્મના કેસમાં આરોપી શાંતિસાગરે ચોંકાવનારી કબુલાત કરતાં જણાવ્યું હતું કે તેમણે યુવતી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો અને આ સંબંધ તેમણે યુવતીની સહમતિથી બાંધ્યો હતો. 49 વર્ષના શાંતિસાગરનું શનિવાર મેડીકલ ચેકઅપ થયું હતું.આ ચેકઅપ દરમિયાન સીવીલ હોસ્પિટલના મેડીકલ ઓફિસરને શાંતિસાગરે કબુલ કરતાં કહ્યું કે, યુવતી સાથે બધુ સંમતિથી […]

Gujarat
Self styled Jainjainsaint111 યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની શાંતિસાગરની ચોંકાવનારી કબુલાત

 

સુરત

19 વર્ષની વિદ્યાર્થિની પર થયેલાં દુષ્કર્મના કેસમાં આરોપી શાંતિસાગરે ચોંકાવનારી કબુલાત કરતાં જણાવ્યું હતું કે તેમણે યુવતી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો અને આ સંબંધ તેમણે યુવતીની સહમતિથી બાંધ્યો હતો.

49 વર્ષના શાંતિસાગરનું શનિવાર મેડીકલ ચેકઅપ થયું હતું.આ ચેકઅપ દરમિયાન સીવીલ હોસ્પિટલના મેડીકલ ઓફિસરને શાંતિસાગરે કબુલ કરતાં કહ્યું કે, યુવતી સાથે બધુ સંમતિથી થયું હતું. 1લી ઓક્ટોબરના રોજ તેમણે જીવનમાં પહેલીવાર આ શારીરિક સંબંધ બાંધ્યો હતો. શાંતિસાગરે કરેલી આ કબૂલાતને મહિલા તબીબે એમએલસી નોટમાં નોંધી છે.

શાંતિસાગરે બધુ સહમતીથી જ થયું હોવાનું કહીં કોર્ટ કેસ શરૂ થાય તે પહેલાં ગુનાની કબુલાત જ કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે આશીર્વાદ આપવાના બહાને કોલેજિયન યુવતીને રૂમમાં બોલાવ્યા બાદ તેના પર દુષ્કર્મ ગુજારવાનો ગુનો જેની સામે નોંધાયો હતો તે દિગમ્બર જૈન સમાજના આચાર્ય શાંતિસાગર મહારાજની અઠવા લાઇન્સ પોલીસે શનિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. યુવતી મધ્યપ્રદેશની છે. આ ઘટનામાં વિદ્યાર્થિનીએ 14 દિવસ સુધી યાતના સહન કરી આખરે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ સુધી પોલીસે પુરાવા એકત્ર કર્યા પછી આચાર્યની સઘન પૂછપરછ કરી હતી.દિગમ્બર જૈન સમાજના આચાર્ય શાંતિસાગર સામે 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ પછી તેમની શનિવારે મોડીરાત્રે મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ત્યારે શાંતિસાગરે દાવો કર્યો કે તેમની સામે ખોટો આક્ષેપ કરાયો છે.તો બીજી તરફ આ યુવતીએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, પ્રારંભિક તબક્કે તેણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો.તો બીજી તરફ મેડિકલ પરીક્ષણમાં જૈનમુનિનો વીર્ય ટેસ્ટ કરવામા આવ્યો નથી.સાથેજ જૈનમુનિએ રૂપિયાની લેતીદેતીના સંકેત આંગળીના ઈશારે કરતા અનેક તર્કવિતર્ક જોવા મળ્યા છે.જો કે જૈનમુનિએ યોગ્ય સાથ ન આપતા સોમવારનો રોજ ફરી તેની મેડિકલ તપાસ કરવામા આવશે.