Not Set/ અહીં નાનકડા શહેરમાં મહિલાઓ આર્થિક ઉપાર્જન માટે કરે છે આવી નોકરી

ભૂજ નજીકના માધાપરના ચાર પેટ્રોલ પમ્પ પર પરિવારની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે મહિલાઓ ફિલર તરીકે કામ કરી રહી છે. આજે આ પેટ્રોલ પમ્પ્સ પર 50% મહિલા કર્મચારી કામ કરી રહી છે.

Gujarat Others Trending
morvsa hadaf 7 અહીં નાનકડા શહેરમાં મહિલાઓ આર્થિક ઉપાર્જન માટે કરે છે આવી નોકરી

મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે ભુજમાં પેટ્રોલપંપો પર પણ મહિલાઓ સ્વમાનભેર નોકરી કરી પરિવારમાં આર્થિક સહયોગ આપે છે. અભ્યાસ કરતી યુવતીઓ પણ નોકરી કરી પોતાનો ભણતરનો ખર્ચ કાઢે છે.

morvsa hadaf 8 અહીં નાનકડા શહેરમાં મહિલાઓ આર્થિક ઉપાર્જન માટે કરે છે આવી નોકરી

કોરોના કાળમાં મધ્યમવર્ગના અનેક પરિવારો સમક્ષ આર્થિક પડકારો સર્જાયા હતા. જેમાંથી પરિવારને બહાર કાઢવા માટે મહિલાઓએ બિનપરંપરાગત એવા કામોમાં ઝંપલાવીને આત્મનિર્ભરતાનો પરિચય આપ્યો છે. ભૂજ નજીકના માધાપરના ચાર પેટ્રોલ પમ્પ પર પરિવારની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે મહિલાઓ ફિલર તરીકે કામ કરી રહી છે. આજે આ પેટ્રોલ પમ્પ્સ પર 50% મહિલા કર્મચારી કામ કરી રહી છે. પેટ્રોલ પમ્પના માલિકે જણાવ્યું હતું કે 10 વર્ષમાં પહેલીવાર અહીં નોકરી કરવા માટે મહિલાઓ આગળ આવતી થઈ છે.

કોઈ પતિની નોકરી જતી રહેવાથી તે કોઈ યુવતિએ પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે પેટ્રોલ પમ્પ પર કામ શરૂ કરીને આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપ્યું છે બે યુવતીઓ અભ્યાસનો ખર્ચ કાઢવા માટે નોકરી કરી રહી છે તો કેટલીક મહિલાઓ પેટ્રોલપંપ પર નોકરી કરી પરિવારમાં આર્થિક સહયોગ આપે છે