Not Set/ બાંગ્લાદેશની ટીમના આ કેપ્ટન બન્યા સાંસદ, ૨૬૬૦૦૦ વોટના મોટા માર્જિનથી જીતી ચૂંટણી

ઢાકા, બાંગ્લાદેશમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચુંટણીની મતદાન બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વર્ષ ૧૯૭૧માં બાંગ્લાદેશનું ગઠન થયા બાદ ૧૧મી વખત યોજાયેલી આ ચૂંટણીમાં શેખ હસીનાએ ચોથી વખત જીત મેળવી અને  પીએમની ખુરશી પોતાને નામ કરી લીધી છે. બીજી બાજુ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન મશરફે મોર્તજાએ પણ આ ચૂંટણીમાં ઝપલાવ્યું હતું અને તેઓએ ૨ લાખ […]

Top Stories World Trending Sports

ઢાકા,

બાંગ્લાદેશમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચુંટણીની મતદાન બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વર્ષ ૧૯૭૧માં બાંગ્લાદેશનું ગઠન થયા બાદ ૧૧મી વખત યોજાયેલી આ ચૂંટણીમાં શેખ હસીનાએ ચોથી વખત જીત મેળવી અને  પીએમની ખુરશી પોતાને નામ કરી લીધી છે.

બીજી બાજુ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન મશરફે મોર્તજાએ પણ આ ચૂંટણીમાં ઝપલાવ્યું હતું અને તેઓએ ૨ લાખ ૬૬ હજાર વોટના મોટા માર્જિનથી જીત હાંસલ કરી છે.

આ ચૂંટણીમાં મોર્તજાને કુલ ૨,૭૪,૪૧૮ વોટ મળ્યા હતા, જયારે પોતાના પ્રતિબંધી ઉમેદવાર જતિયા ઓકયાને માત્ર ૮૦૦૬ વોટ મળ્યા હતા. આ સાથે જ બાંગ્લાદેશી કેપ્ટને ૯૬ ટકા વોટ પોતાના નામે કર્યા છે.

આ સાથે મશરફે મોર્તજા બાંગ્લાદેશમાં એક ક્રિકેટરની સાથે સાથે સાંસદ બની ગયા છે. આ પહેલા પૂર્વ કેપ્ટન નૈમુર રહેમાન પણ સાંસદ બની ચુક્યા છે.

રવિવારે ૩૦૦ સીટો પર યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અંદાજે ૨૬૬ સીટો પર વર્તમાન સત્તારૂઢ પાટી અવામી લીગ તેમજ તેઓની સહયોગી પાર્ટીઓએ જીત મેળવી છે, જયારે વિપક્ષી પાર્ટીઓને માત્ર ૨૦-૨૧ સીટ મળી છે.