Inflation/ સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર માઇન્સમાં

સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવા ઘટીને -0.26% પર પહોંચ્યો

Top Stories Business
WPI in negative territory for 6th straight month in September સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર માઇન્સમાં

સપ્ટેમ્બર 2023માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો (WPI) – 0.26 ટકા નોંધાયો છે, જે ઓગસ્ટમાં -0.52 ટકા હતો. કોમર્સ મંત્રાલયના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા આજ રોજ બહાર પાડવામાં આવેલા ડેટામાં આ માહિતી સામે આવી છે. એપ્રિલ 2023 પછી આ સતત છઠ્ઠા મહિને WPIનો દર માઈનસમાં નોંધાયો છે.

ગત મહિને WPIના દરમાં સામાન્ય સુધારો નોંધાયા બાદ ફરી નેગેટીવ ઝોનમાં ચાલ્યો ગયો છે. WPI -0.26 ટકાનો દર અર્થશાસ્ત્રીઓના અનુમાનથી ઘણો ઓછો છે. અર્થશાસ્ત્રીઓનું અનુમાન હતું કે WPI દર 0.7 ટકા રહેશે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર હોલસેલ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં ત્રણ મહિનાના નીચલા સ્તર 5.02 ટકા પર આવી ગયો છે. જુલાઇમાં તે 7.44 ટકા પર હતો જે તેના 15 મહિનાના રેકોર્ડ ઊંચું સ્તર છે. આ દરમિયાન જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 0.97 ટકા પર હતો.

માસિક આધાર પર વાત કરીએ તો WPI સપ્ટેમ્બરમાં 0.59 ટકા પર હતો જ્યારે CPI આ દરમિયાન 1.1 ટકા પર નરમ પડ્યો હતો. માસિક આધાર પર પ્રાઇસ ઇન્ડેક્સમાં આ તેજી કિંમતોમાં આવેલા દબાવના સંકેત છે. ગત મહિને WPIનો ફુડ ઇન્ડેક્સ માસિક આધાર પર 4.46 ટકા સુધી ઘટ્યો હતો જે ઓગસ્ટમાં માસિક આધાર પર જૂનમાં 56 ટકા અને જુલાઇમાં 318 ટકા ઉછળ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર માસિક આધાર પર 73 ટકાનો ઘટ્યો હતો. ઓગસ્ટમાં તે 22 ટકા ઘટ્યો હતો. શાકાભાજીઓમાં સરેરાશ ઇન્ડેક્સ સપ્ટેમ્બર મહિનાના આધાર પર 37 ટકા ઘટ્યો છે.

જોકે, સરકાર અને આરબીઆઇ માટે ચિંતાની વાત એ છે કે ટામેટા ઉપરાંત અન્ય અનાજમાં માસિકા આધાર પર તેજી આવી જેવી કે અનામાં 1 ટકો, દાળમાં 6 ટકા, ફળમાં 5 ટકા અને દૂધમાં 0.7 ટકા. આ ઇન્ડેક્સમાં લગભગ બે તૃતિયાંસ ફાળો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનો છે, જે સતત બીજા મહિને સપ્ટેમ્બરમાં વધી ગયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટમાં સૌથી વધુ દબાવ ધાતુઓ પર જોવા મળી અને બીજી તરફ સૌથી ઓછી અસર ખાધ્ય તેલ પર રહી.

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ફુગાવો ઓગસ્ટમાં -2.37 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં -1.34 ટકા થઈ ગયો છે. ખાદ્ય વસ્તુનો ફુગાવો ઓગસ્ટમાં 5.62 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં 1.54 ટકા થઈ ગયો છે.

સરકારે ગયા વર્ષની સરખામણીએ સપ્ટેમ્બરમાં કેમિકલ અને કેમિકલ ઉત્પાદનો, ખનિજ તેલ, કાપડ, મૂળભૂત ધાતુઓ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં થયેલા ઘટાડાને જથ્થાબંધ ફુગાવો માઈનસમાં રહેવા માટે જવાબદાર કારણ ગણાવ્યા છે.

ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર ઓગસ્ટમાં -6.03 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં -3.35 ટકા થઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર માઇન્સમાં