Political/ CM આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી લડશે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર, કહ્યુ- યોગીને જીતવા નહી દઉં

આવતા વર્ષે એટલે કે 2022 માં દેશનાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમા એક ઉત્તર પ્રદેશ પણ છે. જેને લઇને ભાજપનાં નેતાઓએ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.

Top Stories India
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર

આવતા વર્ષે એટલે કે 2022 માં દેશનાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમા એક ઉત્તર પ્રદેશ પણ છે. જેને લઇને ભાજપનાં નેતાઓએ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. હવે યુપી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભીમ આર્મીનાં વડા ચંદ્રશેખર આઝાદે એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, મેં નિર્ણય કર્યો છે કે હું યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડીશ. ભલે ગમે તે થાય હું યોગીને જીતવા નહીં દઉં. હું અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ અપીલ કરીશ કે તેઓ યોગી વિરુદ્ધ મને સમર્થન આપે. યોગીએ સાડા ચાર વર્ષમાં જનતાને પરેશાન કર્યા છે. હું ઈચ્છું છું કે અમારું ગઠબંધન માયાવતીની બસપા સાથે હોય. અમે નથી ઈચ્છતા કે બહુજન મતોનું વિભાજન થાય. મેં લોકસભામાં કહ્યું હતું કે હું મોદીજી સામે લડીશ, પરંતુ ત્યારે મારી પાર્ટી ત્યાં નહોતી. હું જાણું છું કે બહેનજી મને પસંદ નથી કરતા. અમારે યુપીમાં ભાજપને દરેક રીતે રોકવાની છે.

આ પણ વાંચો – Political / જીભ કાપી નાખીશ અને ગરદન તોડી નાખીશ, તેલંગાણા CM એ ભાજપનાં નેતાઓને આપી ચેતવણી

ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ વધી ગયુ છે. રાજકીય પક્ષોનાં ગઠબંધનની સાથે સાથે નેતાઓનાં અહીંથી ત્યાં જવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ચૂંટણીનાં પ્રવાસો કરવામાં આવી રહ્યા છે અને જાહેર સભાઓ દ્વારા મતદારોને પોતાની તરફેણમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી હતી કે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડશે. આ સિવાય ભીમ આર્મી ચીફે માયાવતીની બસપા સાથે ગઠબંધનની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ચંદ્રશેખર આઝાદે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે હું યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડીશ. ભલે ગમે તે થાય હું યોગીને જીતવા નહીં દઉં. હું અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ અપીલ કરીશ કે તેઓ યોગી વિરુદ્ધ મને સમર્થન આપે. ભીમ આર્મી ચીફે કહ્યું, હું ઈચ્છું છું કે અમારું ગઠબંધન માયાવતીની બસપા સાથે હોય. અમે નથી ઈચ્છતા કે બહુજન મતોનું વિભાજન થાય. મેં લોકસભામાં કહ્યું હતું કે હું મોદીજી સામે લડીશ, પરંતુ ત્યારે મારી પાર્ટી ત્યાં નહોતી. હું જાણું છું કે બહેનજી મને પસંદ નથી કરતા. અમારે કોઈપણ ભોગે યુપીમાં ભાજપને આવતા રોકવાની છે. યુપીમાં આ અમારી પ્રથમ ચૂંટણી છે. અમારું સંગઠન મજબૂત બન્યું છે. 403 વિધાનસભા પર અમારી બૂથ કમિટી તૈયાર કરવામાં આવી છે. અમે જનતાનાં પ્રશ્નો પર કામ કરી રહ્યા છીએ. મને લાગે છે કે માત્ર ચૂંટણી વખતે જ લોકોની વચ્ચે જવું એ રાજકારણ નથી. મારા મતે, જેમણે તમને વોટ આપ્યો છે તેમની સમગ્ર પાંચ વર્ષની જવાબદારી લેવી.

આ પણ વાંચો – પૃથ્વી સાથે અથડાતા રહી ગયો એસ્ટોરોઇડ / પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઇ ગયો એસ્ટોરોઈડ, વૈજ્ઞાનિકોને ખબર પણ ના પડી

ગયા મહિને ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે જો તેમની પાર્ટી રાજ્યમાં સત્તામાં આવશે તો તેઓ મુસ્લિમોને આરક્ષણ અને ખેડૂતોને MSPની ખાતરી આપશે. પોતાની પાર્ટીનાં સામાન્ય સંમેલનને સંબોધિત કરતી વખતે આઝાદે એવો પણ દાવો કર્યો હતો કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો તેઓ જેવર એરપોર્ટનું નામ રાજા મિહિર ભોજના નામ પર રાખશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીની રણનીતિ રાજ્યની તમામ 403 વિધાનસભા બેઠકો પર લડવાની છે. તેમણે માંગ કરી હતી કે કેન્દ્ર સરકારે સેનામાં “ગુર્જર અને જાટવ રેજિમેન્ટ” ની રચના કરવી જોઈએ. કેન્દ્રનાં ત્રણ નવા વિવાદાસ્પદ કૃષિ કાયદા સામે ખેડૂતોનાં આંદોલનનો ઉલ્લેખ કરતા આઝાદે આરોપ લગાવ્યો કે દેશનાં ખેડૂતો ઘણા મહિનાઓથી તેમના અધિકારો માટે લડી રહ્યા છે. પરંતુ સરકાર તેમને વાહનોથી કચડી રહી છે”.