Viral Video/ ડોક્ટરનું ઇન્જેક્શન જોઇને બાળકે નીકળ્યો એવો અવાજ, જોઇને તમે પણ હસવાનું રોકી નહીં શકો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ડોક્ટર ઘરે છોકરાને ઇન્જેક્શન આપવા આવ્યા છે. શરૂઆતમાં, ડોક્ટરનું ઇન્જેક્શન જોઈને બાળક ડરી જાય છે…

Videos
ડોક્ટરનું ઇન્જેક્શન

જ્યારે પણ કોઈ બીમારી થાય છે તો તેની દવા આપવામાં આવે છે. જોકે જલ્દી આરામ જોઈએ તો ઇન્જેક્શન પણ લગાવવામાં આવે છે. હવે ઇન્જેક્શન એક એવી ચીજ છે જેનાથી નાના બાળકો જ નહી પરંતુ અમુક મોટા લોકો પણ ડરતા હોય છે. જ્યારે પણ ડોક્ટરની પાસે જાઓ છો તો મગજમાં એવો જ ડર રહે છે કે ક્યાંક ઇન્જેક્શન લગાવવું ના પડે. ખાસ કરીને બાળકોમાં ડોક્ટરનું  ઇન્જેક્શના ડર ખૂબ જ વધારે જોવા મળે છે. બાળકો તો ડોક્ટરના હાથમાં ઇન્જેક્શન જોતાં જ રડવાનું શરૂ કરી દેતા હોય છે. ત્યારબાદ જ્યારે ઇન્જેક્શન લગાવવામાં આવે છે તો ઘણા કલાકો સુધી તેમનું રડવાનું ચાલુ રહે છે. ઇન્જેક્શન લગાવવાથી એટલો દુખાવો પણ થતો નથી જેટલું આપણે મગજમાં પહેલાથી જ રાખીએ છીએ. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :વાળ કાપતી વખતે એક બાળકનું રડવાનું બંધ કરાવા લોકોએ કર્યું એવું કામ કે તે જોઈને….

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ડોક્ટર ઘરે છોકરાને ઇન્જેક્શન આપવા આવ્યા છે. શરૂઆતમાં, ઇન્જેક્શન જોઈને બાળક ડરી જાય છે, પરંતુ બાદમાં ડોક્ટરની ધમકી પછી, તે ઇન્જેક્શન લેવા માટે સંમત થાય છે. જે બાદ ડોક્ટર બાળકનો હાથ ચુસ્ત રીતે પકડી રાખે છે અને ઇન્જેક્શન આપે છે.

Instagram will load in the frontend.

આ દરમિયાન, બાળક ડોક્ટરને કહે છે કે તે બિલકુલ રડશે નહીં અને તમે મને આરામથી ઇન્જેક્શન આપી શકો છો. આ પછી તે પોતાના આંસુ લૂછવા માંડે છે અને ડોક્ટરને વારંવાર કહે છે, તમે ઇન્જેક્શન આપો, હું હવે રડીશ નહીં. આપ કેમ હસી રહ્યા છો હું તમારા ઘરે ચા પીશ.

આ પણ વાંચો :ઉકળતા પાણીમાં બેસી ગયો એક બાળક, વાયરલ વિડીયો જોઇને તમે પણ મુકાઈ જશો અચરજમાં

આ રમુજી વીડિયો ઇન્સ્ટાગ્રામ પર single.stud નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આ બાળકને જોયા પછી હું હસવું રોકી શકતો નથી.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘મોટા સુરમાઓ પણ ઇન્જેક્શનથી ડરે છે, આ હજુ પણ બાળક છે.

આ પણ વાંચો :વિદ્યાર્થીએ ક્લાસમાં લાગેલા CCTV કેમેરાનો બદલી કાઢ્યો એન્ગલ, પછી જે થયું ..

આ પણ વાંચો :દીકરીએ પિતાને કહ્યું – મારી મમ્મી સારી નથી, એટલે મને સાવકી મમ્મી લાવી આપો