લૂંટનો ભેદ ઉકેલાયો/ ભાવનગર કરમડિયા લૂંટનું પ્લાનિંગ જાણી તમે પણ ચોંકી જશો

ભાવનગર જિલ્લાના મહુવાના કરમદીયા ગામે વૃદ્ધ દંપતિને માર મારીને લૂંટ ચલાવવાનો બનાવ સામે આવ્યો હતો.રાત્રિના સમયે ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતીને માર મારીને 6.85 લાખની લૂંટ ચલાવીને તસ્કરો નાસી છૂટ્યા હતા.

Gujarat Others
Untitled 167 1 ભાવનગર કરમડિયા લૂંટનું પ્લાનિંગ જાણી તમે પણ ચોંકી જશો

ભાવનગર જિલ્લાના મહુવાના કરમદીયા ગામે વૃદ્ધ દંપતિને માર મારીને લૂંટ ચલાવવાનો બનાવ સામે આવ્યો હતો.રાત્રિના સમયે ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતીને માર મારીને 6.85 લાખની લૂંટ ચલાવીને તસ્કરો નાસી છૂટ્યા હતા.જેને પગલે ભાવનગર LCB પોલીસે તપાસ હાથ ધરી હતી.

Untitled 167 2 ભાવનગર કરમડિયા લૂંટનું પ્લાનિંગ જાણી તમે પણ ચોંકી જશો

LCBની ટીમ દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.રૂપિયા 2 લાખ 46 હજાર 350ના મુદ્દામાલ સાથે ચાર આરોપીની અટકાયત કરવામાં આવી હતી.પકડાયેલાએ શખ્સોની પૂછપરછ કરતાં ગેંગમાં કુલ 10 શખ્સો હોવાનું સામે આવ્યું હતું.જો કે પોલીસે તે મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર જિલ્લાના મહુવાના કરમદીયા ગામે થોડા દિવસ પહેલા રાત્રિના સમયે લાકડીના ધોકા લઈને ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતી અને તેને માર મારીને 6.85 લાખની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. જેને પગલે ભાવનગર એલસીબી પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.

Untitled 110 ભાવનગર કરમડિયા લૂંટનું પ્લાનિંગ જાણી તમે પણ ચોંકી જશો

ભાવનગર એલસીબી પોલીસે ધાડનો ગુન્હો ઉકેલી નાખ્યો છે. રંઘોળા ચોકડી બસ સ્ટેન્ડ પાસેથી મુદ્દામાલ સાથે ઉભેલા અજય સુરાભાઈ વાઘેલા, વિપુલ ઉર્ફે કીગડી કાના ઉર્ફે છગન સાંઢમિયા, ગોવિંદ ઉર્ફે ગોબર નગા ભાલીયા અને વિનું જોધા ખેરાળાને 2,46,350ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

પકડાયેલાએ નામ ખોલતા ગેંગમાં કુલ 10 શખ્સો હોવાનું ખુલ્યું છે. જ્યારે પકડાયેલા 4 પાસેથી અન્ય નામ સામે આવ્યા હતા. જેમાં અક્ષય ઉર્ફે ભાણો કાળુ ઉર્ફે કાજુ વાઘેલા તેમજ કાળુ ઉર્ફે કાજુ બહાદુર વાઘેલા, રામકું કાળું ઉર્ફે કાજુ બહાદુર અલુ વાઘેલા, સંજય ઉર્ફે બાબુ સુરા વાઘેલા, રાહુલ સુરાભાઈ વાઘેલા અને વનરાજ જાદવ રંગપરા પકડવાના બાકી છે જેવો ફરાર છે.

આ પણ વાંચો:આણંદમાં તિરંગા રેલી અદાવત મામલે વિધર્મીઓનો યુવક પર હુમલો

આ પણ વાંચો:પોલીસકર્મીઓ ચેતીજાજો, ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા DGPનો નિર્દેશ

આ પણ વાંચો:દિલના ડોકટરે અનેક મહિલાઓનો ચોર્યા દિલ, 4.5 કરોડની કરી છેતરપિંડી

આ પણ વાંચો:સરકારી અનાજ સગેવગે કરવા મામલે ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, કરી આરોપીઓની ધરપકડ