Viral video/ અમદાવાદ શહેરમાં કેક કાપતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી તલવારથી કેક કાપતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Gujarat Ahmedabad

બર્થડે સેલિબ્રેશનનો અત્યારે અલગ જ ક્રેઝ જોવા મળે છે, એવામાં યુવાનો જન્મદિવસ ના નામે એવી હરકતો કરે છે કે જેનાથી તેમના પોતાના અને બીજા લોકોના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. એટલું જ નહિ રસ્તા પર બેફામ મસ્તી કરતા તથા આવારાપન કરતા નજરે ચડતા હોય છે. આવી જ હરકતો કરતો એક વિડીયો અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી તલવારથી કેક કાપતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ પહેલીવાર નથી જયારે કોઈએ આ રીતે જન્મદિવસની ઉજવણી કરી હોય આ આગાઉ પણ આવા અનેક કિસ્સાઓ અને વિડીયો આપણી સમક્ષ આવતા હોય છે. જ્યાં તલવારથી કેક કાપ્યા હોવાના વિડીયો વાયરલ થયા હોય છે.

 

વિડીયોમાં જોઈ શકાય છે  તેમ આ વિસ્તાર બાપુનગરમાં આવેલ ડી-માર્ટ પાસે હોવાનું અનુમાન  લગાવવામાં આવી રહ્યું છે. મિત્રનો જન્મદિવસ હતો તેથી તેના મિત્રો તેની ઉજવણી કરવા માટે ત્યાં એકઠા થયા હતા. એટલું જ નહિ રસ્તા પર મોદી રાત્રે બુમો પાડી અને નાચતા નાચતા ઉજવણી કરતા વિડીયોમાં સાફ નજરે આવી રહ્યા છે. બ્લેક કલરની ગાડી લઈને દસ થી પંદર લોકો બાપુનગરમાં આવેલા ડી-માર્ટ પાસે અને જલારામ પરોઠા હાઉસની સામે ઉજવણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ રીતે કરવાની સાફ મનાઈ હોવા ઉપરાંત તેમને આ કાયદાનો, જાહેરનામાંનો સપૂર્ણ પણે ભંગ કર્યો છે. જાહેરનામાં  અનુસાર જાહેર માર્ગ પર તલવાર કે તીક્ષ્ણ હથિયારો વડે કેક કાપવા ઉપર પ્રતિબંધ છે. આ ઉપરાંત વિડીયોમાં દેખાતો શખ્સ તલવાર વડે કેક કાપી રહ્યો છે અને તેના મિત્રો તેનો સાથ આપી રહ્યા છે આ સિવાય એક મિત્ર ગાડી પર ચડીને વિડીયો બનાવતું હોવાનું દેખાઈ રહ્યું છે. આવા ઘણા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: