Not Set/ અમેરિકામાં યોજાશે બીજો ગુજરાતી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની બીજી આવૃત્તિની જાહેરાત થઇ ગઈ છે. આ ફેસ્ટિવલ આ વર્ષે અમેરિકામાં લોસ એન્જલસ ખાતે 7થી 9 જૂન તથા ન્યૂ જર્સી ખાતે 15 અને 16 જૂન દરમિયાન એમ 2 શહેરોમાં યોજાશે. IGFFમાં ફિલ્મ સ્ક્રીનિંગ ઉપરાંત રેડ કાર્પેટ પ્રોગ્રામ, અવોર્ડ સેરેમની અને ફિલ્મ મેકર્સ માટે નેટવર્કિંગની તકો વગેરેનું આયોજન કરવામાં આવશે. જેથી […]

Ahmedabad Entertainment
igff અમેરિકામાં યોજાશે બીજો ગુજરાતી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની બીજી આવૃત્તિની જાહેરાત થઇ ગઈ છે. આ ફેસ્ટિવલ આ વર્ષે અમેરિકામાં લોસ એન્જલસ ખાતે 7થી 9 જૂન તથા ન્યૂ જર્સી ખાતે 15 અને 16 જૂન દરમિયાન એમ 2 શહેરોમાં યોજાશે. IGFFમાં ફિલ્મ સ્ક્રીનિંગ ઉપરાંત રેડ કાર્પેટ પ્રોગ્રામ, અવોર્ડ સેરેમની અને ફિલ્મ મેકર્સ માટે નેટવર્કિંગની તકો વગેરેનું આયોજન કરવામાં આવશે. જેથી આંતરરાષ્ટ્રીય ફલક પર પણ લોકોને ગુજરાતી ફિલ્મો અંગેની માહિતી મળશે.

આ વર્ષે IGFF ફિચર ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ અને શોર્ટ ફિલ્મ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે, શોર્ટ ફિલ્મ ઓન ‘IDEALS of MAHATMA’ ની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે

આ ફેસ્ટિવલની જ્યૂરીમાં જાણીતા કટાર લેખર જય વસાવડા, નેલા તેમજ ઓહ માય ગોડ ફિલ્મ થકી જાણીતા બનેલા ગુજરાતી દિગ્દર્શક,લેખક અને અભિનેતા ઉમેશ શુકલ, જાણીતા અભિનેત્રી ગોપી દેસાઈ, તેમજ જાણીતા કવિ, લેખક, નિર્દેશક તથા અભિનેતા સૌમ્ય જોષીનો સમાવેશ થાય છે. IGFF 2019 માં  પસંદગી પામેલી ફીચરફિલ્મો, શોર્ટફિલ્મો,  ડોક્યુમેન્ટ્રી ફિલ્મો તથા મહાત્મા ગાંધીજીના આદર્શો  ઉપર બનાવેલી શોર્ટ ફિલ્મસની યાદી આ મુજબ છે.

ફીચર ફિલ્મસની યાદી

1. નટસમ્રાટ
2. શોર્ટ સર્કિટ
3. હવે થાશે બાપ રે
4. પાત્ર
5. સૂર્યાંશ
6. શું થયું
7. આઈ એમ અ ગુજ્જુ
8. બેક બેન્ચર
9. વેન્ટિલેન્ટર
10. ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર
11. ફેમિલી સર્કસ
12. સાહેબ
13. બજાબા

 IGFF 2019 માં સિલેક્ટ થયેલી શોર્ટ ફિલ્મની યાદી

1.ધ સાયકલ
2. મારા દાદા
3. માવતર
4. કોનસાઈન્સ
5. ગાંઠ

IGFF 2019 માં સિલેક્ટ થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મની યાદી

1.માનસી કચ્છ
2. વિસરતી જતી કળા ભવાઈ
3. સત્યની પ્રયોગશાળા
4. GJ 1 વોલ્સ સિટી ટુ મોર્ડન સિટી

IGFF 2019 માં સિલેક્ટ થયેલી ગાંધીજી પરની શોર્ટ ફિલ્મની યાદી

1.ગાંધી હત્યા
2.વૈષ્ણવ જન
3. બાપા અને બાપુ
4. રીબૂટિંગ મહાત્મા
5. #બાયબાયપ્લાસ્ટિક

નોંધનીય છે કે ઓગસ્ટ 2018માં ન્યૂજર્સી ખાતે 4500 થી  પણ વધારે પ્રેક્ષકો સાથે યોજાયેલ  IGFFની પ્રથમ આવૃત્તિની શાનદાર સફળતા બાદ IGFFની દ્વિતીય આવૃત્તિ અમેરિકામાં લોસએન્જલસ ખાતે 7 થી 9 જૂન તથા ન્યૂજર્સી ખાતે  15 અને  16  જૂન દરમિયાન એમ  2 શહેરોમાં યોજાશે. આ વર્ષે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હોલિવૂડ પહોંચશે અને ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને બાકીના તમામ સભ્યોએ પાંગરેલા સપનાઓને સાકાર કરશે તથા આખી દુનિયાને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગથી વાકેફ કરશે.