Not Set/ આવતીકાલથી અમદાવાદમાં શાકભાજી-કરિયાણાની દુકાનો ખુલશે : અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાનું નિવેદન

અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતા IAS રાજીવકુમાર ગુપ્તાએ એક વિડિયો સંદેશામાં શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. દરરોજે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આવતીકાલથી સામાન્ય […]

Ahmedabad Gujarat
31fde78d70c637c9966f628570acd7e7 આવતીકાલથી અમદાવાદમાં શાકભાજી-કરિયાણાની દુકાનો ખુલશે : અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાનું નિવેદન
31fde78d70c637c9966f628570acd7e7 આવતીકાલથી અમદાવાદમાં શાકભાજી-કરિયાણાની દુકાનો ખુલશે : અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાનું નિવેદન

અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતા IAS રાજીવકુમાર ગુપ્તાએ એક વિડિયો સંદેશામાં શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. દરરોજે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં આવતીકાલથી સામાન્ય છૂટછાટ આપવામાં આવશે. આવતીકાલથી શહેરમાં  શાકભાજી, ફ્રૂટ અને કરિયાણાની દુકાનો ખોલી શકાશે. આ માટે અત્યાર સુધીમાં કુલ 17 હજાર વેપારીઓનું સ્ક્રિનિંગ કરાયું છે. અને વેપારીઓને હેલ્થકાર્ડ પણ અપાયા છે.

*દુકાનો અને જનતા માટે નિયમો*

* ૮ થી ૧૧ સુધી મહિલાઓ -બાળકોને જ વસ્તુ લેવા અપીલ

* સિવાયના ૧૧ થી ૩ ના પુરુષો વસ્તુ લેવા નીકળે તેવી કરાઇ અપીલ

* બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવા કરી અપીલ

* સત્તર  હજાર જેટલા દુકાનદારોને સ્ક્રિનિંગ કરાવ્યું

* હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ 7 દિવસમાં વેપારીઓને કરાવવા પડશે રિન્યૂ

* હાથના મોજા, માસ્ક, કેપ, સેનેટાઈઝર રાખવુ પડશે ફરજિયાત

*કઈ કઈ દુકાનો ખુલશે…

*દવા અને દૂધ ઉપરાંત શાકભાજી, ફળફળાદિ, અનાજ અને કરિયાણાનું વેચાણ આવતીકાલથી શરૂ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.