Not Set/ રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ગુજરાતમાં, નલિયા દુષ્કર્મની પીડિતાને મળશે

અમદાવાદઃ રાષ્ટ્રીય મહિલા આયોગના અધિકીરઓ સાથે અમદાવાદ પોલીસના અધિકારીઓ સાથે બેઠક પર મહિલા પર થતા અથ્યાચાર ના કેસ અંગે ચર્ચા કરી હતી. આ મિટિંગમાં શહેરના 34 અને રાજ્યમાં 106 કેસ વિશે ચર્ચા થઇ હતી.  ચકચારી કેસનો ન્યાયિક નિકાલ કરવા માટે મહિલા આયોગ દ્વારા અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સર્કિટ હાઉસમાં મહિલા આયોગ અને પોલીસ […]

Gujarat
0 રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ગુજરાતમાં, નલિયા દુષ્કર્મની પીડિતાને મળશે

અમદાવાદઃ રાષ્ટ્રીય મહિલા આયોગના અધિકીરઓ સાથે અમદાવાદ પોલીસના અધિકારીઓ સાથે બેઠક પર મહિલા પર થતા અથ્યાચાર ના કેસ અંગે ચર્ચા કરી હતી. આ મિટિંગમાં શહેરના 34 અને રાજ્યમાં 106 કેસ વિશે ચર્ચા થઇ હતી.  ચકચારી કેસનો ન્યાયિક નિકાલ કરવા માટે મહિલા આયોગ દ્વારા અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સર્કિટ હાઉસમાં મહિલા આયોગ અને પોલીસ અધિકારીઓ વચ્ચે મિટિંગ હજી ચાલુ છે.

સમગ્ર રાજ્ય સહિત દેશમાં ચક્ચાર જગાવનાર નલિયા દુષ્કર્મકાંડમાં તપાસ માટે ગુરુવારે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ગાંધીનગર ખાતે દોડી આવી છે. નલિયા દુષ્કર્મકાંડમાં મહિલા યોગની ટીમ ગાંધીનગરમાં બેઠક કરશે. અને કેસ અંગેની તમામ વિગતો મેળવશે. નલિયાની પીડિતા પણ SIT ના અધિકારી સાથે ગાંધીનગર આવી પહોંચી છે.

નલિયામાં બીજેપી કાર્યકર્તતા અગ્રણી દ્વારા યુવતીઓને કામે રાખીને તેમનું શારીરિક શોષણ કરીને તેની સાથે ભળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ એક યુવતીએ કરતા બીજેપીમાં ભુકંપ સર્જાયો હતો. આ મામલે બીજેપીએ ચાર કાર્યકર્તાને સસ્પેંડ પણ કરી દેવામાં આવ્યા હતા.

નલિયા દુષ્કર્મ મામલે રોજ રોજ મામલો રાજકારણ ગરમાતુ જાય છે. અને બાજપ-કૉંગ્રેસ દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે.