કાર્યવાહી/ ગેરકાયદેસર ઘુસણખોરી કરી રહેતા 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા, જાણો કેવી રીતે પહોંચ્યા ગુજરાત

અલ-કાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો હતો. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો.

Top Stories Ahmedabad Gujarat
Untitled 8 ગેરકાયદેસર ઘુસણખોરી કરી રહેતા 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા, જાણો કેવી રીતે પહોંચ્યા ગુજરાત

અમદાવાદાથી મહત્વપૂર્ણ અહેવાલો સામે આવી રહ્યા છે. ATSની ટીમે ગુજરાતમાં અલ-કાયદાનો પ્રચાર કરતા બાંગ્લાદેશી યુવકોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે. જેમને હાલ એસઓજી કચેરીમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. બાંગ્લાદેશી યુવકો અમદાવાદમાં કેમ આવ્યા છે તે મામલે એસઓજીએ તપાસ શરૂ કરી છે.બાતમીને આધારે SOGની ટીમે તપાસ હાથ ધરી હતી.

ચંડોળા તળાવ અને તેની આસપાસમાં રહેતા કેટલાક લોકો બાંગ્લાદેશી છે. જે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રહે છે. રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં કોઇ અનઇચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ છે. એક બાજુમાં ક્રાઇમ બ્રાંચ રોજે રોજ હથિયાર ઝડપી રહી છે, ત્યારે પોલીસ માથાભારે તેમજ અસામાજીક તત્વો પર વોચ રાખી રહી છે. થોડા દિવસ પહેલા એટીએસની ટીમે એક ઓપરેશન પાર પાડ્યું હતું.

પૂછપરછમાં અલ-કાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો હતો. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ હતુ. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ હતુ.

બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી હોવાના કારણે ત્યાંના લોકો રોજીરોટીની તલાશમાં ભારતમાં આવી જતાં હોય છે અને ત્યાર બાદ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા હોય છે. ગુજરાત વિકસિત રાજ્ય છે. જેથી અન્ય દેશના લોકો અને અન્ય રાજ્યના લોકો અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં રોજગારી મેળવવા આવતાં હોય છે. બાંગ્લાદેશીઓ પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા આવે છે. અમદાવાદ એસઓજી દ્વારા સ્પેશિયલ તપાસમાં અમદાવાદમાં વસવાટ કરતાં 18 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશના એજન્ટો દ્વારા રૂપિયા 6થી લઇને દસ હજાર સુધીની રકમ લઈને બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ઘૂસાડવાનું ષડયંત્ર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અગાઉ સાબરકાંઠા જિલ્લા SOGને બાતમી મળી હતી કે શહેરમાં આવેલા ખાનગી ટીશર્ટ બનાવતા કારખાનામાં આશરે 9 જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ઘુસણખોરી કરીને વસવાટ અને કામ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ અને SOGએ સંયુક્ત રીતે પડેલા દરોડામાં તમામ 9 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. હિંમતનગરથી 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા બાદ અન્ય સુરક્ષા એજન્સીઓ પણ આ મામલે ગંભીરતા દાખવી તપાસમ વળગી છે. આ તમામ વિદેશી ઘુસણખોરોની જડતી લેતા તેમની પાસેથી પાસપોર્ટ કે અન્ય કોઈ પણ પુરાવાઓ મળી આવ્યા ન હતા. પોલીસ હાલ ફેકટરીના માલિકની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

હાલ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર 9 બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહી તે અંગે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે. આ ઉપરાંત 16 જેટલી સુરક્ષા એજન્સીઓ તમામ 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની પૂછપરછ કરી રહી છે. તો બીજી તરફ ATS દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પણ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. જેને લઈને અગામી દિવસમાં બીજા ઘૂસણખોરો પણ ઝડપાય તેવી આશંકાઓ સેવાઈ છે.

આ પણ વાંચો:બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિન હરીફ વરણી, વધુ અઢી વર્ષ માટે બન્યા સુકાની

આ પણ વાંચો:ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો, 50 કિમીની ઝડપે રાજ્યમાં ફૂંકાઇ શકે છે પવન

આ પણ વાંચો:બે બાળકોની હત્યા કર્યા બાદ માતાએ કર્યો આપઘાત, વીડિયો બનાવી જણાવ્યું કારણ

આ પણ વાંચો:પાલિકા દ્વારા દૂકાનદારોને દબાણ દૂર કરવાની નોટિસ આપીને સંતોષ

આ પણ વાંચો:વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : સુરત મનપા દ્વારા કરાયું વૃક્ષ વાવો અભિયાન