OBC reservation/ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત

ઓબીસી અનામત મુદ્દે સરકારે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં ઓબીસીને હવે 27 ટકા અનામત મળશે. રાજ્યમાં 48થી પણ વધુ બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે.

Gandhinagar Top Stories Gujarat
OBC 1 રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત

ગાંધીનગરઃ ઓબીસી અનામત મુદ્દે સરકારે OBC Reservation મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં ઓબીસીને હવે 27 ટકા અનામત મળશે. રાજ્યમાં 48થી પણ વધુ બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. રાજ્યમાં કુલ ઓબીસી મતદારો 40 ટકાથી પણ વધારે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવી છે. આમ હવે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવી છે. આ અનામત પાછી એસસી અને એસસટીની અનામતમાં ફેરફાર કર્યા વગર આપવામાં આવી છે.

ફક્ત સ્થાનિક સ્વરાજ્ય જ નહી તમામ જિલ્લા અને OBC Reservation તાલુકા પંચાયતોમાં પણ ઓબીસીને 27 ટકા અનામત મળશે. શહેરી વિસ્તારોમાં ઓબીસીને 27 ટકા અનામત મળી છે. કુલ નવ જિલ્લા અને 61 તાલુકાઓમાં પેસા એક્ટ હેઠળ સિવાયની બેઠકોમાં ઓબીસીને દસ ટકા અનામત મળી છે. ભાજપ ઓબીસી સમાજને સાથે લઈને ચાલે છે, એમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સરકારે ઝવેરી પંચે 13 મી એપ્રિલ 2023ના રોજ આપેલા રિપોર્ટ પછી આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે.

કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં OBC અનામત OBC Reservation મુદ્દે આજે જાહેરાત થવાની શક્યતાઓ છે. કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટને સ્વીકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ કોંગ્રેસે 27 ટકા અનામત માંગી હતી અને તેટલી જ અનામત સરકારે સ્વીકારી છે અને તેથી આ મુદ્દે હવે આગળ કોઈ વાત રહેતી નથી. ઓબીસી હેઠળની કેટેગરીમાં કુલ 146 જાતિઓનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે 8 જુલાઈ 2023ના OBC Reservation રોજ ઝવેરી પંચની નિમણૂક કરી હતી. તેમા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજકીય સ્થિતિ મુજબ પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ આપવા રાજ્ય સરકારે સૂચના આપી હતી. ઝવેરી પંચે 13 એપ્રિલ 2023ના રોજ તેનો રિપોર્ટ સરકારને સુપ્રદ કર્યો હતો, તેના અંગે સરકારે કોઈ પગલાં ન લેતા કોંગ્રેસે ઓબીસીના સમર્થનમાં આંદોલન શરૂ કર્યુ હતું.

 

આ પણ વાંચોઃ રક્ષાબંધનની અનોખી ઉજવણી/સુરતમાં શાળાની પહેલ ભાઈ પણ બહેનને રાખડી બાંધી વચન આપશે

આ પણ વાંચોઃ કોમી વૈમનસ્ય ષડયંત્ર/વડોદરામાં મોટા સાંપ્રદાયિક ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું, WhatsApp દ્વારા નેટવર્કનો પર્દાફાશ; ત્રણની ધરપકડ

આ પણ વાંચોઃ અદભુત શણગાર/પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે કરાયો વિશેષ શૃંગાર

આ પણ વાંચોઃ રખડતા ઢોરનો આતંક/નરોડામાં રસ્તે જતી મહિલાને ગાયે લાતોથી ખુંદી, જુઓ CCTV

આ પણ વાંચોઃ ઉજવણી/રક્ષકોને રક્ષાનું બંધન,પોલીસકર્મીઓએ કહ્યુ અમારી જીંદગીમાં આવી ઉજવણી કયારેય નથી કરી