Accident/ જમ્મુ-કાશ્મીરમાં ગમખ્વાર અકસ્માતમાં 36નાં મોત

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે એક પેસેન્જર બસ ખાઇમાં ખાબકતા 36ના મોત નીપજ્યા છે. આ ઘટનામાં અન્ય 19ને ઇજા થઈ છે. તેમાથી કેટલાયની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું મનાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.

Top Stories India
YouTube Thumbnail 17 2 જમ્મુ-કાશ્મીરમાં ગમખ્વાર અકસ્માતમાં 36નાં મોત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બુધવારે એક પેસેન્જર બસ ખાઇમાં ખાબકતા 36ના મોત નીપજ્યા છે. આ ઘટનામાં અન્ય 19ને ઇજા થઈ છે. તેમાથી કેટલાયની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું મનાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થયા પછી માર્ગો લપસણા થઈ ગયા છે. તેથી જમ્મુ-કાશ્મીર પરિવહન નિગમની બસ રસ્તાના વળાંક પર સ્લિપ થઈ જતા 300 ફૂટ ઊંડી ખાઈમાં પડતા અકસ્માત સર્જાયો હતો.

સત્તાવાર સૂત્રોએ જમાવ્યું હતું કે રાજ્ય પરિવહન નિગમની બસમાં અત્યાર સુધી 36 લોકો મર્યા ગયા હોવાના વાતને સમર્થન મળ્યું છે. ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિ જોતાં મૃત્યુઆંક હજી પણ વધી શકે છે.

નજરા જોનારાઓના જણાવ્યા મુજબ બટોટે-કિશ્તાવર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ત્રંગલ-અસાર રોડ પર પસાર થતી હતી ત્યારે ત્યાં સ્લીપ થઈને 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધી 36 મૃતદેહ મળી આવ્યા છે. આમ નવા વર્ષના પ્રારંભ જ આ લોકોને કાળ ભરખી ગયો હતો.


આ પણ વાંચોઃ જળોત્સવ/ આજે રાજ્યમાં જળ ઉત્સવઃ પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી ઉદઘાટન

આ પણ વાંચોઃ Turkish President/ તુર્કીના રાષ્ટ્રપતિએ ઇઝરાયેલને “આતંકવાદી રાજ્ય” ગણાવ્યું, નેતન્યાહુએ વળતો પ્રહાર કર્યો

આ પણ વાંચોઃ અલ્ટીમેટમ/ મણિપુરમાં આ સંગઠને કેન્દ્ર સરકારને આપ્યું આ મામલે અલ્ટીમેટમ