ઇન્વેસ્ટમેન્ટ હબ/ ગુજરાતમાં ટેક્સ્ટાઇલ-કેમિકલ સેક્ટર કમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 4,067 કરોડનું થશે રોકાણ

ગુજરાતમાં ટેક્સ્ટાઇલ અને કેમિકલ્સ સેક્ટર   તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કુલ સાત એમઓયુ દ્વારા 4,067 કરોડનું રોકાણ આવશે.

Gujarat Business
For Vishal Jani 18 ગુજરાતમાં ટેક્સ્ટાઇલ-કેમિકલ સેક્ટર કમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 4,067 કરોડનું થશે રોકાણ

ગાંધીનગરઃ ગુજરાતમાં ટેક્સ્ટાઇલ અને કેમિકલ્સ સેક્ટર   તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કુલ સાત એમઓયુ દ્વારા 4,067 કરોડનું રોકાણ આવશે. આ રોકાણના પગલે 25 હજારથી વધુ રોજગારીનું સર્જન થશે. અત્યાર સુધીનું વાઇબ્રન્ટ Vibrant Investment ગુજરાતની પાંચ કડીમાં 8,373 કરોડના 19 એમઓયુ થયા છે. તેના લીધે 24,300થી વધુ લોકોને રોજગાર મળ્યા છે.

આગામી વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ સમિટના પૂર્વાધરૂપે હાલમાં દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગ રોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના એમઓયુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરણાથી યોજવામાં આવ્યા હતા.

આ એમઓયુ મુજબ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના Vibrant Investment ગાંગડ ગામે ડેનિમ ડાઇંગ અને પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે શ્રી શ્યામ ફેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 103.25 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ માર્ચ 2024માં કાર્યરત થતાં 150થી વધુને રોજગારી મળશે.

સુરત જિલ્લામાં ટેક્સ્ટાઇલ યુનિટ માટે જનરલ પોલીટેક્સ પ્રાઇવેટ લિમિટેડ 250 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ પ્લાન્ટ 500ને રોજગારી આપશે. આ એકમ માર્ચ 2024 સુધીમાં કાર્યરત થશે. આ ઉપરાંત સુરતમાં Vibrant Investment અન્ય એક ટેક્સ્ટાઇલ યુનિટ કાર્યરત કરવા એપીએલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ 153.98 કરોડનું રોકાણ કરશે, આ યુનિટ આગામી માસના અંત સુધીમાં કાર્યરત થશે. તેના લીધે 225 લોકોને રોજગારી મળશે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણમાં 546 હેક્ટરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા 450 કરોડના રોકાણો માટેના એમઓયુ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં 15,000ને રોજગારી મળશે. આ પાર્ક માર્ચ 2024 સુધીમાં કાર્યરત થવાનો છે.

સુરતના પલસાણા તાલુકાના ઇંટાળવા ખાતે 3.31 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતરમાળખાકીય સગવડો વિકસાવવા 119.93 કરોડના રોકાણ સાથે એમઓયુ થયા છે. આ પાર્ક સાત હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડશે. આ પાર્ક માર્ચ 2024 સુધીમાં કાર્યરત થશે. આ પાંચ ઉપરાંત કેમિકલ સેક્ટરમાં 3,000 કરોડના રોકાણો માટે બે એમઓયુ થયા હતા.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એગ્રોકેમિકલ્સ હાઇપર Vibrant Investment પર્ફોર્મન્સ પોલિમર્સ એન્ડ પિગમેન્ટ્સના ઉત્પાદન માટે ઘરડા કેમિકલ્સે 2,600 કરોડના રોકામ માટે એમઓયુ કર્યા હતા. આ રોકાણથી બે હજાર રોજગારીની તકોનું સર્જન થશે. કંપની 2024-25માં ઉત્પાદન શરૂ કરશે.

એમઓયુ મુજબ ઘરડા કેમિકલ્સ દ્વારા એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન 2024-25માં શરૂ થઈ જશે,  જ્યારે એગ્રોકેમિકલ્સ, હાઈપર્ફોર્મન્સ પોલીમર્સ, રંગદ્રવ્યો તથા એગ્રોકેમિકલ્સ ફોર્મ્યુલશનનું ઉત્પાદન ૨૦૨૫-૨૬માં શરૂ થશે.

કેમિકલ સેક્ટરમાં એક કંપની યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભરૂચના વાગરા તાલુકાના પખાજણ ગામે રબર કેમિકલ્સ, લુબ્રિકન્ટ એડિટિવ્સ તથા સ્પેશ્યાલિટી કેમિકલ્સના ઉત્પાદન માટે 400 કરોડનું રોકાણ કરવામાં આવશે. એપ્રિલ 2024માં એકમ કાર્યરત થતાં 250 રોજગારીની તકોનું સર્જન થશે.

MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકા રહેલી છે.

 

આ પણ વાંચોઃ Gujarat/શું ગુજરાત સરકારનું કોમન યુનિવર્સિટી બિલ માનહાનિના કેસમાં મજબુત હશે કેજરીવાલની દલીલ, ચાલો જોઈએ 

આ પણ વાંચોઃ સુરત મહાનગરપાલિકા/સુરતને મળ્યા નવા મેયર દક્ષેશ માવાણી

આ પણ વાંચોઃ જેતપુર/મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ: કોળી સમાજના આગેવાનોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

આ પણ વાંચોઃ Ambaji/અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો આ દિવસે શરૂ થશે: શ્રદ્ધાળુઓની સુવિધામાં કરાયો વધારો

આ પણ વાંચોઃ કળિયુગી માંની મમતા/ડિસામાં લજવાઈ કળિયુગી માંની મમતા, વાંચીને તમે પણ રડી પડશો