Gujarat Election/ 50 EVM મશીનો કામ કરી રહ્યાં નથી, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન વિપક્ષ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 50 મતદાન કેન્દ્રો પર EVM મશીન કામ કરતું નથી…

Gujarat Others
EVM Machines not working

EVM Machines not working: પ્રથમ તબક્કામાં ભાજપ અને કોંગ્રેસના 89-89 ઉમેદવારો અને AAPના 88 ઉમેદવારો મેદાનમાં છે. સુરત (પૂર્વ) બેઠક પરથી AAPના ઉમેદવારે છેલ્લા દિવસે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. પ્રથમ તબક્કામાં ભાજપે નવ મહિલા, કોંગ્રેસે છ અને AAPએ પાંચ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ તબક્કાના કુલ 788 ઉમેદવારોમાંથી 718 પુરુષ અને માત્ર 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે, માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (BSP) એ પ્રથમ તબક્કામાં 57 ઉમેદવારો, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) 14, સમાજવાદી પાર્ટી (12), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) ચાર, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ બે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત 339 અપક્ષો પણ મેદાનમાં છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન વિપક્ષ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 50 મતદાન કેન્દ્રો પર EVM મશીન કામ કરતું નથી. આમાંના મોટાભાગના મશીનો સૌરાષ્ટ્ર વિસ્તારના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું કે, અમે EVM મશીનો કામ ન કરવા અને તેને બદલવામાં લાગેલા સમય અંગે લેખિત ફરિયાદ નોંધાવી છે. અમે એવા સ્થળોની યાદી સબમિટ કરી છે જ્યાં EVM કામ કરી રહ્યાં નથી. આવા 50 મતદાન મથકો છે જ્યાં આ પ્રકારની સમસ્યા આવી છે અને તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. આ સમસ્યાનો જલ્દીથી અંત આવવો જોઈએ જેથી વધુમાં વધુ મતદાન થઈ શકે.

આ પણ વાંચો: Narendra Modi public meeting/ભારતને G20ની અધ્યક્ષતા મળી ગર્વની વાત : PM મોદી