Irrigation Scheme/ 67.69 કરોડની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ

સીએમ ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે

Top Stories Gujarat
Irrigation scheme 67.69 કરોડની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ
  • આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3,705 એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે
  •  14.70 કિલોમીટરની પાઇપલાઇનથી 57 મીટર સુધી પાણી ઉદવહન કરશે
  • 15 કરોડ રૂપિયાના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું લોકાર્પણ

ઊંઝાઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું Irrigation scheme લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે, ઊંઝા ખાતે રૂપિયા આઠ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલ ટાઊનહોલનું ઇ-લોકાર્પણ CMશ્રીએ કર્યું હતું. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે 69 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી યોજનાથી મા નર્મદાનું અવતરણ અહીંની ધરતી પર થયું છે.

તેમણે ઉમેર્યું હતું કે રૂ. 67.69 કરોડના ખર્ચે નિર્મિત નહેર આધારિત બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાથી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા વિસનગર તાલુકા અને પાટણ તાલુકાના ખેડૂતોને સિંચાઈ સહિતની સગવડો પૂરી પડશે.

જળ સંપત્તિના ચેરમેન અને ખાસ સચિવ કે.બી.રાબડીયાએ  આ Irrigation scheme યોજનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદીના પૂરના વધારાના વહી જતા પાણીમાંથી એક મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતના મુખ્ય મોટા જળાશયો-નદીઓ અને નહેરોમાં નાંખી સિંચાઇ,જળ સંચય અને ભૂગર્ભ જળ રીચાર્જીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત નર્મદા મુખ્ય નહેર આધારિત સુજલામ સુફલામ યોજનાની અલગ અલગ કૂલ છ ઉદવહન સિંચાઈપાઈપલાઈન યોજનાઓ દ્વારા ઉત્તર ગુજરાતના પાણીથી વંચિત વિસ્તારોમાં જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જને લગતી મુખ્ય કામગીરી ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા કરાઇ રહી છે.

આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં આ હયાત પાઈપલાઈનને માતપુરથી Irrigation scheme આગળ લંબાવીને માતપુર તળાવ પાસે પંપીંગ સ્ટેશન બનાવીને ઉંઝા તાલુકાનાં બ્રાહ્મણવાડા ગામ સુધી કુલ 14.70 કિ.મી લંબાઈની 1,216 મીમી વ્યાસની એમ.એસ પાઈપલાઈન દ્વારા ધરોઈ એક્ષ્ટેન્ડેડ બ્રાંચ કેનાલ નંબર ચાર અને પાંચમાં ૫૦ ક્યુસેક્સ પાણી નાખી ઊંઝા, પાટણ અને વિસગનર તાલુકાનાં ધરોઈ કમાન્ડ વિસ્તારના 3,705 એકર જમીનમાં પૂરક સિંચાઈ માટેની કામગીરી પૂર્ણ કરાઇ છે.

રૂપિયા 67.69 કરોડના ખર્ચે નિર્મતિ આ યોજના ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સિંચાઇની મહત્વની યોજના બની રહી છે. આ યોજનામાં કુલ 11.70 કિ.મીની ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નેટવર્ક દ્વારા નવ જેટલા ગામોના તળાવોમાં પાણી ભરીને પુરક સિંચાઈ ની સુવિધા ઉભી થશે અને ભૂગર્ભ જળ રીચાર્જ થશે. માતપુર ખાતેના પંપિગ સ્ટેશન દ્વારા 50 કયુસેકસ પાણી 1,216 મીમી વ્યાસ ની 14.70 કી.મી. ની એમ.એસ.પાઈપલાઈન મારફતે 57 મીટર ઊંચાઈ સુધી ઉદ્દવહન કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Gujarat Police-Mob lynching/અન્ય સમાજની યુવતી સાથે સાથે મિત્રતા કરનારનું મોબ લિન્ચિંગ કરનારાઓની ધરપકડ

આ પણ વાંચોઃ વિવાદ/કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાનું અપમાન! હનુમાનજી મહારાજને સ્વામીનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવતા ભારે વિવાદ

આ પણ વાંચોઃ IT Notice/સુરતના આ વેપારીઓની રક્ષાબંધન બગડી, જાણો કેમ?

આ પણ વાંચોઃ પીએમ મોદી ડિગ્રી કેસ/ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર સેશન્સ કોર્ટને 10 દિવસમાં નિર્ણય લેવાનો આપ્યો આદેશ

આ પણ વાંચોઃ આ તે કેવો વૈજ્ઞાનિક?/ટ્યુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા સુરતનો મિતુલ બની ગયો ઈસરોનો વૈજ્ઞાનિક, સુરત ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ