Lifestyle: સમય પહેલા જ ત્વચા (Skin) પર જો ઘરડા થવાના લક્ષણો જેમ કે કરચલીઓ (Wrinkles) જણાય તો એ લોકોને માટે ચિંતાનો વિષય બની જાય છે! જો તમે પણ આ પ્રિમેચ્યોર એજીંગ (Premature Aging) સમસ્યાથી પીડિત છો તો તમારી અમુક ટેવોને સુધારવાની જરુર છે. અહિં અમે એવી 4 કુટેવો (Bad Habits) વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેને અપનાવીને તમે વૃદ્ધત્વને પાછળ ઠેલી શકો છો.
જાણ્યે-અજાણ્યો તમે જે આદતોને અપનાવી છે એ તમારા સ્વાસ્થ્યની સાથોસાથ તમારી સ્કિન હૅલ્થ (Skin Health)ને પણ ખરાબ કરી શકે છે અને એજીંગ સાઇન્સ દેખાવા લાગે છે. જો સવેળાએ નહિં જાગો તો ઘરડાપણું તમારી ત્વચા પર સમય પહેલા જ અડંગો જમાવશે એ નક્કી વાત છે!
સમય પહેલા પર કરચલીઓ (Wrinkles) થવા પાછળની કુટેવો
જો સમય પહેલા ત્વચા ઘરડી થવા લાગે તો એની પાછળની આ 4 કુટેવો કારણભૂત હોઇ શકે છે.

1. પ્રોસેસ્ડ ફુડ આઇટમ્સનું સેવન
મોટા ભાગે તો પ્રોસેસ્ડ ફૂડ આઇટમ (Processed Food)નું વધુપડતુ સેવન તમારી સ્કિનને ઝડપથી ઘરડી બનાવી શકે છે! જો ખાણી-પીણીની અયોગ્ય ટેવોને તમે ફૉલો કરતા હો અને તમારુ જમવાનું પણ અનિયમિત હોય તો એની અસર તમારી ત્વચા પર તરત જ થતી જોવા મળે છે. આ ઉપરાંત, વધારે પડતુ ગળ્યું કે પછી પેકિંગ વાળું કે જંક ફૂડ ખાવાને કારણે પણ તમારી સ્કિન અને વાળ શુષ્ક તથા નિસ્તેજ દેખાય છે અને તમે તમારી ઉંમરથી વધારે ઘરડા દેખાવા લાગો છો.
2. અનિયમિત નિદ્રા
જો તમે રેગ્યુલર 7 થી 8 કલાકની ગાઢ નિદ્રા ન લો તો એ કુટેવની ખરાબ અસરો તમારી હૅલ્થ ઉપરાંત તમારી ત્વચા પર વિશેષરુપે જોવા મળે છે. નિષ્ણાતોના મતે, ઊંઘની કમીથી ચહેરા પર કરચલીઓ અને આંખોની નીચે ડાર્ક સર્કલ્સ (Dark Circles) પણ સર્જાઇ શકે છે. આ ઉપરાંત, વારંવાર ઊંઘ (Sound Sleep) ડિસ્ટર્બ થવાને લીધે પણ તમે પ્રિમેચ્યોર એજીંગના લક્ષણોના શિકાર બની શકો છો.

3. શારીરિક પ્રવૃત્તિની ઉણપ
સ્કિનને હૅલ્ધી બનાવી રાખવા માટે તમારે દરરોજ કોઇ ને કોઇ ફિઝિકલ એક્ટિવિટી (Physical Activity) કરવી અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત, જો તમે હદથી વધારે તણાવગ્રસ્ત રહેતા હો તો એની આડઅસરો પણ ત્વચા પર થતી જોવા મળે છે. આથી જો તમે અકાળે ઘરડા દેખાવ લાગ્યા હો તો તણાવમુક્ત (Tension Free) રહેવાનો પ્રયાસ કરવો.
આ પ્રકારે તમારી રોજબરોજની દિનચર્યામાં પરિવર્તન લાવીને તમે તમારી ત્વચા પર અકાળે દેખાતા ઘરડાપણાના લક્ષણોને સમયસર અટકાવી શકો છો.

4. વ્યસન કરવા
દારૂ, ધૂમ્રપાન,ડ્રગ્સ જેવા વ્યસનો (Alcohol, Drugs, Smoking) તમારી ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આને કારણે અકાળે કરચલીઓ, વૃદ્ધત્વ, પીળાશપડતી સ્કિન, નિસ્તેજ ત્વચા ઉપરાંત ખીલ થવા અને ધીમી રુઝ આવવાની પ્રક્રિયા જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે. તે ત્વચાના કોલેજન અને ઈલાસ્ટિસિટીને નષ્ટ કરીને વ્યક્તિને અકાળે ઘરડી દેખાવા તરફ દોરી જાય છે. આથી ત્વચાના સ્વાસ્થ્ય (Skin Care) માટે વ્યસનમુક્તિ એ અત્યંત આવશ્યક બાબત છે અને સ્કિન કેર માટે જાગૃત લોકોએ એનો ત્યાગ કરવો હિતાવહ છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…
