Health Tips: સ્ક્વાટ (Squat Exercise) એક સરળ પરંતુ અસરદાર બૉડીવેઈટ વ્યાયામ છે, જેને જીમ (Gym) ગયા વિના અથવા કોઈ પણ જીમના સાધનો વિના પણ ઘરે કરી શકાય છે. નિયમિત રીતે, સ્ક્વાટ કરવાથી શરીરને એના અનેક ફાયદા મળી શકે છે. જો તમે એક મહીના સુધી આ નિયમિત રુપે કરશો તો તમારી ફિટનેસ (Body Fitness)માં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. જો કે, એના ફાયદા તમારી બેઝીક ફિટનેસ, વ્યાયામની ટૅકનિક, ડાયેટ (Diet) અને નિયમિતતા પર નિર્ભર કરે છે.
સ્ક્વાટ કરવાની યોગ્ય પદ્ધતિ (Squat Technique)
પગને ખભાની પહોળાઈ જેટલા ખોલીને સીધા ઊભા રહો. હવે ઢીંચણોને વાળી દો અને હિપ્સને પાછળની તરફ લઈ જાઓ જાણે કે તમે કોઈ ખુરશી પર બેઠા છો! હવે એ જ પોઝીશનમાં નીચે જેટલા આરામથી એને સારી રીતે નમી શકો એટલા નીચે જાઓ અને પછી પાછા ઊભા રહી જાઓ…તમારા ગ્લૂટ્સ (નિતંબના સ્નાયુઓ)ને સહેજ ટાઈટ કરો. જો તમે સ્ક્વાટની શરુઆતના તબક્કામાં છો તો પ્રથમ 8-12 સ્ક્વાટના 2 સેટ કરી શકો છો. અહિં ઉલ્લેખનીય છે કે ખોટી રીતે વ્યાયામ કરવાથી નુકસાન પણ થઈ શકે છે.

સ્ક્વાટથી શા ફાયદા મળી શકે? (Squat Benefits)
એક મહિનો લગાતાર સ્ક્વાટ (Squat) વ્યાયામ કરવાથી આટલા ફાયદા પ્રાપ્ત થઇ શકે છે.
1. પગની માંસપેશીઓ મજબૂત બને
સ્ક્વાટ મુખ્યત્વે સાથળ, નિતંબ અને પગની માંસપેશીઓ (muscles of Thigh, Buttocks and Legs)ને સક્રિય કરે છે. નિયમિત અભ્યાસ કરવાથી મસલ્સની તાકાત અને સહનશક્તિમાં સુધારો આવે છે.
2. ગ્લૂટ મસલ્સ મજબૂત બને
સ્ક્વાટ ગ્લૂટ અર્થાત્ નિતંબના મસલ્સને પણ ટારગેટ કરે છે. યોગ્ય ટૅકનિક અને નિયમિત અભ્યાસ દ્વારા આ ગ્લૂટ્સ (Glutes) મજબૂત અને વધુ ટોન્ડ મહેસૂસ કરી શકાય છે.

3. બેલેન્સ અને મોબિલિટી સુધરે
યોગ્ય રીકે સ્ક્વાટ કરવા દરમિયાન, હિપ્સ, ઢીંચણ અને ઘૂંટીના જોઈન્ટ્સ (Hips, Ankles and knee joints) સારી રીતે કાર્ય કરે છે. નિયમિત અભ્યાસથી લોઅર બૉડી કંટ્રોલ અને બેલેન્સ (Body Balance) પણ બહેતર બને છે.
4. કેલરી બર્ન કરવામાં મદદરુપ
આ વ્યાયામ કરવાથી એક મોટા મસલ્સ ગ્રુપને એક સાથે પ્રવૃત્ત કરી શકાય છે આથી જ એ શારીરિક ગતિવિધિ વધારવા માટે અને કેલરી ખર્ચ કરવા (Calories Burning)માં યોગદાન કરી શકે છે.
5. કોર મસલ્સ સક્રિય બને
શરીરને સ્થિર રાખવા માટે પેટ અને કમરની આસપાસની માંસપેશીઓ પણ આ વ્યાયામ દરમિયાન કાર્યાન્વિત થાય છે. એનાથી કોર સ્ટેબિલિટી (Core Stability)ને સપોર્ટ મળી શકે છે
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: જાણીએ નિષ્ણાત તબીબો શું કહે છે? કામળો ઓઢીને પરસેવો વળે તો તાવ ઉતરી જાય ખરો?
આ પણ વાંચો: રાત્રે જંક ફૂડ ખાવાનું શા માટે ટાળવું જોઈએ? તબીબી દ્રષ્ટિએ સ્વાસ્થ્યને થનારા નુકસાન અને હૅલ્ધી ઓપ્શન!
આ પણ વાંચો: હૅર ફૉલમાં કોળાના બીજ ફાયદાકારક છે ખરાં? આયુર્વેદ એક્સપર્ટ પાસેથી જાણીએ…
