World News : બાંગ્લાદેશ સરકારે તેના વરિષ્ઠ મુત્સદ્દી અને વિદેશ સચિવ અસદ આલમ સિયામ (Asad Alam Siam)ને નવી દિલ્હી ખાતે પોતાના આગામી હાઈકમિશનર (ઉચ્ચાયુક્ત) તરીકે નિયુક્ત કર્યા (Bangladesh High Commissioner India) છે. ભારત સરકારે પણ આ નિમણૂક માટે સત્તાવાર સંમતિ (‘એગ્રેમા’) આપી દીધી છે. અસદ આલમ સિયામ વર્તમાન હાઈકમિશનર એમ. રિયાઝ હામિદુલ્લાહનું સ્થાન લેશે, જેઓ ટૂંક સમયમાં જિનીવા ખાતે યુએનમાં બાંગ્લાદેશના સ્થાયી પ્રતિનિધિ તરીકેની જવાબદારી સંભાળવાના છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તંગદિલી વચ્ચે આ નિર્ણયને સંબંધો થાળે પાડવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

1995 કેડરના અનુભવી કૂટનીતિજ્ઞ છે સિયામ
વર્ષ 1995 માં બાંગ્લાદેશ (Bangladesh)ની વિદેશ સેવામાં જોડાયેલા અસદ આલમ સિયામ અત્યંત અનુભવી રાજદ્વારી (Diplomat)છે. તેઓ જૂન 2025 થી વિદેશ સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. આ અગાઉ તેઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા અને ફિલિપિન્સમાં રાજદૂત તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે મિલાન (ઈટાલી)માં કોન્સલ જનરલ તેમજ વર્લ્ડ બેંક, IMF, ADB અને UN જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. સિયામ દિલ્હી ખાતે ચાર્જ સંભાળ્યા બાદ સલાહુદ્દીન નોમાન ચૌધરી બાંગ્લાદેશના નવા વિદેશ સચિવ બનશે.
Bangladesh High Commissioner India : ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં સુધારાના સંકેત
સ્ટ 2024માં શેખ હસીના સરકારના પતન બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જોકે, ભારતે હાલમાં જ દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચાયુક્ત નિયુક્ત કર્યા બાદ હવે ઢાકા તરફથી પણ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશોના આ કૂટનીતિક પગલાંને પરસ્પર દ્વિપક્ષીય સંબંધો ફરી સામાન્ય અને મજબૂત બનાવવાની પહેલ તરીકે જોવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :ભારતમાં 17 વર્ષમાં સૌથી ઓછો ચોમાસુ વરસાદ! 15% ઘટ, બિહાર-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ચિંતા
આ પણ વાંચો :રાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: UPની 10 અને ઉત્તરાખંડની 1 સીટ પર 16 ઓક્ટોબરે મતદાન
આ પણ વાંચો :દિલ્હીમાં સગીરા સાથે ગેંગરેપનો આરોપ, એન્કાઉન્ટર બાદ એક આરોપી ઝડપાયો; 2ની શોધખોળ
