Surat-Murder/ સામાન્ય બોલાચાલીમાં થઈ હતી સુરતના વેપારીની હત્યા

સુરતમાં થયેલો સામાન્ય અકસ્માત વેપારી માટે  ‘જીવલેણ’ નીવડ્યો હતો. આ સામાન્ય અકસ્માત વેપારીના જીવ ગુમાવવાનું નિમિત્ત બન્યો હતો. સુરતમાં મોબાઇલ સેસરીઝના વેપારીની પીઢના ભાગે ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા બનેલી આ ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Gujarat
YouTube Thumbnail 3 6 સામાન્ય બોલાચાલીમાં થઈ હતી સુરતના વેપારીની હત્યા

સુરતઃ સુરતમાં થયેલો સામાન્ય અકસ્માત વેપારી માટે  ‘જીવલેણ’ નીવડ્યો હતો. આ સામાન્ય અકસ્માત વેપારીના જીવ ગુમાવવાનું નિમિત્ત બન્યો હતો. સુરતમાં મોબાઇલ સેસરીઝના વેપારીની પીઢના ભાગે ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા બનેલી આ ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પોલીસ પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે 19 વર્ષીય આરોપી યુવાનનું વેપારી સાથે બાઇક અથડાયા પછી ઝગડો થયો હતો. તેમા વેપારી સાથે આરોપીને બોલાચાલી થઈ હતી, વાત બોલાચાલીએ ન અટકતા વેપારીએ આરોપીને લાપો મારી દીધો હતો. રાકેશે આ બાબતની અદાવત રાખીને વેપારીને ચપ્પુ મારી દીધુ હતુ. આરોપીએ વેપારીને પીઠના ભાગે ચપ્પુ માર્યુ હતુ. વેપારી લોહીલુહાણ હાલતમાં તેના ઘરે પહોંચ્યો હતો. તેના કુટુંબીઓએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, ત્યાં ટૂંકી સારવાર પછી તેનું મોત થયું હતું.

આ વેપારી મૂળ રાજસ્થાનનો વતની હતો અને સુરતમાં મોબાઇલ એસેસરીઝનો વેપારી હતો. તેનું નામ મૂલાજી ચૌધરી હતુ. તે પર્વત ગામ પાસે મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવે છે. આ વેપારી આઠમી ઓક્ટોબરના રોજ પીઠના ભાગે ચપ્પુ ઘૂસાડી દેવાયું હોય તેવી સ્થિતિમાં મળી આવ્યા હતા. આ ઘટનાના લોહીલુહાણ હાલતમાં ફરતા વેપારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નોંધ લઈને આરોપીને પકડી પાડ્યો હતો. આમ એક સામાન્ય બોલાચાલી વેપારીને મોત સુધી લઈ ગઈ હતી. વેપારીને પોતાને પણ કલ્પના નહી હોય કે એક નાની સરખી બોલાચાલીની કોઈ આટલી અદાવત રાખી શકે તેમ છે.


whatsapp ad White Font big size 2 4 સામાન્ય બોલાચાલીમાં થઈ હતી સુરતના વેપારીની હત્યા


આ પણ વાંચોઃ રાહત/ તહેવારો પૂર્વે તેલના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશખુશાલ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

આ પણ વાંચોઃ  ODI World Cup 2023/ ભારત-પાક. મેચને ધ્યાનમાં રાખી AMCએ આ મહત્વનો નિર્ણય લીધો!