માર્ગ અકસ્માત/ ગાંધીનગરના કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા થઇ જોરદાર ટક્કર, એક વ્યક્તિનું મોત

ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

Gandhinagar Top Stories Gujarat
Untitled 108 ગાંધીનગરના કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા થઇ જોરદાર ટક્કર, એક વ્યક્તિનું મોત

 ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિ દિન વધતી જઈ રહી છે. બેફામ વાહન ચાલકો અનેક માસૂમ લોકોનો ભોગ લઇ રહ્યા છે. તો ક્યાંક ખરાબ રસ્તાઓના કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતના પગલે રોષે ભરાયેલા લોકો રોડ પર આવી જતા ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો. હાઇવે પર ટ્રાફિક સર્જાતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, ગોંધીનગરમાં કોબા પાસે આજે સોમવારે સવારે દીકરીને સ્કૂલે મૂકવા જતા એક્ટિવા ચાલક પિતાને કારે અડફેટે લીધા હતા. જેમાં પિતાનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. અકસ્માતના પગલે કોબા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કોબા ગામ ખાતે સાઈડ કટ ન આપવાના કારણે લોકોને હાલાકી પડતી હોવાની ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં બે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બન્ને ઘટનામાં લોકોના મોત થયા છે. પહેલી ઘટનામાં બહુચરાજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનામાં નશામાં ધુત કાર ચાલકે બાઈક અને ત્રણ રાહદારીઓને ટક્કર મારી હતી. જેમાં મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. તો દાહોદમાં એસ.ટી બસે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો:બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

આ પણ વાંચો:રેલવે કુંભમેળાને લઈને સ્પેશ્યલ 800 ટ્રેન દોડાવશે

આ પણ વાંચો:શક્તિસિંહ ગોહિલ સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે

આ પણ વાંચો:અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો